તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરોએ લોખંડ માટે વીજળીના ટાવર પાડ્યાં, ગામજનોએ તારથી નદી પર પુલ બનાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નકુલનાર: છત્તીસગઢના દાંતેવાડાથી 13 કિમી દૂર મસેનાર ગામ છે. ભારે વરસાદ બાદ અહીં ટેમરુ નદીમાં પૂર આવે છે. ગામના લોકો પાસે મુખ્ય રસ્તા પર જવા કોઈ પુલ કે સરળ રસ્તો નથી તેથી તેમણે વીજળીના તારથી ઝુલતો પુલ બનાવ્યો છે. બારસુરથી આંધ્ર તરફ જતી વીજળીની લાઈન માટે ઊભા કરવામાં આવેલા ટાવરો ચોરોએ લોખંડ માટે પાડી દીધા છે. આ તારનો જ ઉપયોગ કરીને ગામજનો નદી પર ઝૂલતો પુલ બનાવી નદી ઓળંગે છે. મસેનારના સરપંચ રાજુએ જણાવ્યું હતું કે, બાળકો અને મહિલાઓ પુલ ઓળંગતા હોય ત્યારે અમારા જીવ અધ્ધર થઈ જાય છે પરંતુ હાલમાં અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અહીં અંદાજે 1500 આદિવાસી પરિવારો રહે છે.
દાંતેવાડાના મસેનાર ગામની ટેમરુ નદી પર વીજળીના તારથી લટકતો પુલ બનાવ્યો
આ રીતે પુલ બનાવ્યો : કાની ડોબરા નજીક નદીની બંને બાજુ ઝાડ સાથે તાર બાંધી દીધા છે. ઉપરની બાજુએ બાંધેલા તારમાં વચ્ચેવચ્ચે લાકડાના ટુકડા બાંધ્યા છે. તેનાથી તાર વધુ પડતા હલતા નથી.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો