વેંકૈયાના હેલિકોપ્ટરને લેન્ડિંગની મંજૂરી ન મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયવાડા : ભાજપના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડુના હેલિકોપ્ટરને આંધ્રમાં લેન્ડિંગની મંજૂરી ન અપાતા તેઓ નારાજ થયા છે. તેમજ અધિકારીઓ સામે કાયદાનું યોગ્ય પાલન નહી કરવાનો આરોપ પણ મૂક્યો છે. નાયડુએ જણાવ્યું કે અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરને આંધ્રના પ‌શ્ચિ‌મ ગોદાવરી જિલ્લાના કાઇકાલુરુમાં ઉતારવાની મંજૂરી આપી નહીં. અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ હોવાને કારણે તેમને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.

વાસ્તવમાં ચેન્નાઇ એટીસીથી લેન્ડિંગની મંજૂરી મળી ગઇ હતી. પરંતુ જિલ્લાના અધિકારીઓએ હેલિકોપ્ટરને ઉતારવા ન દીધું. નાયડુએ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે તેઓ પૂજામાં વ્યસ્ત હતા.
લખનઉમાં રાજનાથનો રોડ શો