તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજેપીથી નારાજ વરૂણ ગાંધી થશે કોંગ્રેસમાં સામેલ? ગુજરાત ચૂંટણી પછી નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીનું સુકાન સંભાળે તે પછી પાર્ટીમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ ફેરફારોમાં બે ભાઈઓ ફરી એકવાર સાથે થઇ શકે છે. સુલતાનપુરથી બીજેપી સાંસદ અને રાહુલ ગાંધીના કાકાના દીકરા ભાઈ વરૂણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ બાબતનો નિર્ણય રાહુલે કરવાનો છે.

 

બીજેપીમાં વરૂણ ગાંધીની અવગણના થઇ છે

 

- આગ્રાના ઘણા સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓની વાત માનવામાં આવે તો વરૂણને બીજેપીમાં તેમના કદ પ્રમાણે પ્રતિષ્ઠા મળી નથી. પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી છે, બાકી તેમનામાં મુખ્યમંત્રી બનવાની ક્ષમતા હતી.

- મુસ્લિમ નેતા હાજી જમીલુદ્દીનનું કહેવું છે કે બીજેપીમાં વરૂણને અવગણવામાં આવ્યા છે. પાર્ટીમાં પીએમ મોદી સિવાય અન્ય કોઇને પોતાની વાત કહેવાનો હક નથી. તે છતાંપણ વરૂણે સતત પોતાની વાત મૂકી છે.

- તેમણે જણાવ્યું કે બીજેપીના ઘણા સમર્થકોએ યુપી સીએમ માટે વરૂણનું નામ આગળ કરવાની માંગ કરી હતી, પરંતુ તેમ થયું નહીં.

 

વરૂણને કોંગ્રેસમાં લાવવામાં પ્રિયંકા ગાંધીની હોઇ શકે અગત્યની ભૂમિકા

 

- સિનિયર કોંગ્રેસ લીડર હાજી મંજૂર અહેમદે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા વરૂણ કોંગ્રેસમાં આવી શકે છે. જો એવું થાય છે તો રાહુલ-વરૂણની જોડી મોટો કમાલ કરી શકે એમ છે.

- તેમણે કહ્યું કે પ્રિયંકા વાડ્રા અને વરૂણ ગાંધી વચ્ચે હંમેશાં સારા સંબંધો રહ્યાં છે. વરૂણને કોંગ્રેસમાં લાવવા માટે પ્રિયંકા અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

- નોંધનીય છે કે વરૂણ ગાંધી હોય કે પછી રાહુલ ગાંધી, બંને તરફથી ક્યારેય ખુલ્લી રીતે એકબીજા વિરુદ્ધ કોઇ નિવેદનબાજી થઇ નથી. આ જ કારણ છે કે આ સંકેતોને મહત્વ મળી રહ્યું છે, પરંતુ જો એવું થાય છે તો ગાંધી પરિવાર લગભગ 35 વર્ષો પછી ફરી એકવાર ભેગો થશે.

- ઉલ્લેખનીય છે કે વરૂણ ગાંધી સમયાંતરે પોતાની વાત કહેતા રહ્યા છે. તાજેતરમાં જ રોહિંગ્યા મુદ્દે તેમણે કેન્દ્ર સરકારની લાઇનથી એકદમ અલગ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતે રોહિંગ્યા મુસ્લિમની મદદ કરવી જોઇએ અને અતિથિ દેવો ભવઃ નું પાલન કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...