• Gujarati News
  • Varansi Witness Controversial Handbill Against Muslims

મોદીની ઉમેદવારી બાદ વારાણસીમાં વહેતી થઈ વિવાદાસ્પદ પત્રિકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમોને મતદાન કરવા માટે ધમકી
મતોના ધ્રુવીકરણના પ્રયાસો બન્યા ગતિશીલ
ગુરૂવારે મોદીએ વારાણસીમાં ઉમેદવારી કરી. સાંજે પ્રચારની ચર્ચા શાંત પડી, ત્યાં નવી ચર્ચા શરૂ થઈ. વારાસીમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે વૈમનસ્ય ફેલાવતા પેમ્ફલેટ્સ ફરતા થયા હતા. આ કામ ભગવા બ્રિગેડના કોઈ આંતરિક શખ્સનું કામ હોવાનું માનવામાં આવે છે.
પેમ્ફલેટમાં લખ્યું છે, 'વારાણસીના મુસ્લિમ ભાઈઓ', અહીં મોદીને ટેકો આપીને હિન્દુ અને મુસ્લિમ સંબંધોને મજબુત બનાવો. આગળ લખ્યું છે કે, બનારસના લોકો જાણે છે કે, તમે મુરલી મનોહર જોશીને હરાવી ન શક્યા તો આ જુવાળમાં તમે મોદીને કેવી રીતે હરાવશો. એ નિશ્ચિત છે કે, મોદી વારણસીની બેઠક પરથી જીતશે જ અને વડાપ્રધાન બનશે. હવે, માત્ર તેમના વિજયના માર્જીનની જ ચર્ચા ચાલે છે.
પોસ્ટર પર શ્રીનાથ ત્રિપાઠીનું નામ અને ફોન નંબર લખવામાં આવ્યા છે. તેઓ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે. તે અંગે લખવામાં નથી આવ્યું.