• Gujarati News
  • Officer Suspended Who Cleared Robert Vadra's Land Deal

રોબર્ટ વાડ્રાના જમીન સોદાને મંજૂરી આપનાર અધિકારી સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીરઃરોબર્ટ વાડ્રા)
ચંદીગઢઃ હરિયાણામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ એક જ મહિનામાં ભાજપ સરકારે સપાટો બોલાવ્યો છે જેમાં સૌપ્રથમ કોંગ્રેસના વડા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રેની માંધાતા કંપની ડીએલએફ વચ્ચે 2012માં થયેલા વિવાદાસ્પદ જમીન સોદાને લીલીઝંડી આપનાર આસિસ્ટન્ટ કોન્સોલડેશન ઓફિસર (એસીઓ) દલબીર સિંઘને ઘેર બેસાડી દીધા છે.

સિંઘને ગુરગાંવ જિલ્લાના રોઝકા ગુરજ્જર ગામ સંબંધિત જમીન કાપણી કેસમાં જણાઇ આવેલી અનિયમિતતાઓ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જાણવા મળ્યા અનુસાર ડીએલએફ કેસમાં સિંઘ દ્વારા આ સોદો કર્યાના થોડા જ સમયમાં આઇએએસ અધિકારી અશોક ખેમકાએ સમગ્ર સોદાને રદ કરી નાખ્યો હતો. સિંઘની અગાઉ જમીન સંબંધિત સોદાઓમાં રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ વાતની ભૂતકાળમાં જોઇએ તો વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરગાંવના શિકોહપુર ગામમાં 2008માં રૂ. 7.5 કરોડના ખર્ચે આશરે ત્રણ એકર જમીન ખરીદી હતી. થોડા સમય પછી હરિયાણાના ટાઉન પ્લાનીંગ વિભાગે આ જમીનમાંથી 2.71 જમીન પર કોમર્શિયલ કોલોની સ્થાપવા માટે ઇરાદા પત્ર જારી કર્યો હતો. 2008માં સ્કાયલાઇટ અને ડીલએફે એક કરાર અંતર્ગત ડીએલએફને ત્રણ એકર જમીન રૂ. 58 કરોડમાં વેચવા માટેનો સોદો કર્યો હતો. વેચાણ કરાર 2012માં ડેલએફની તરફેણમાં નોંધવામાં આવ્યું હતું. 2013માં હરિયાણા સરકારે આ કરારને ખોટી રદ કરવા બદલ ખેમકા પર આક્ષેપ મુક્યો હતો.