તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાખંડઃ 5 સીટ પર BJP, 4 સીટ પર કોંગ્રેસ આગળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેહરાદૂન.  ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં બીજેપી સત્તામાં આવતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હતું. પ્રારંભિક વલણમાં ભાજપને બહુમતી મળતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ્યના સીએમ હરીશ રાવતની હરિદ્વાર ગ્રામ્ય અને કિચ્છા એમ બંને બેઠક પરથી હાર થઈ છે. 
 
-  વલણમાં ભાજપ સ્પષ્ટ બહુમત તરફ આગળ
- હરિદ્વાર રૂરલ અને કિચ્છા બંને બેઠક પરથી સીએમ હરીશ રાવતની હાર 
- સિતારગંજથી સૌરભ બહુગુણા જીત્યા
- યમનોત્રીથી ભાજપના કેદાર સિંહ જીત્યા
- કૈરાનામાં બીજેપી સાંસદ હુકુમ ચંદની પુત્રી મૃગાંક સિંહની હાર
- ખટીમા સીટ પરથી પુષ્કર ધીમી વિજેતા
- બીજેપીના પૌડી ઉમેદવાર મુકેશ કોલી વિજેતા
- અજય ભટ્ટની 4900 મતથી હાર
- રૂદ્રપ્રયાગથી બીજેપીના ભરત સિંહ ચૌધરી 14767 મતથી જીત્યા
- કોટદ્વારાથી બીજેપીન હરક સિંહ રાવત વિજેતા
- ચોબટ્ટાખાલથી ભાજપના સતપાલ મહારાજ જીત્યા
- શ્રીનગર ગઢવાલથી ધન સિંહ રાવત વિજેતા
- ધર્મપુરથી ભાજપના વિનોદ ચમોલી
- દેહરાદૂન કેન્ટથી હસબંસ કપૂર ભાજપના ઉમેદવાર જીત્યા
- સહસપુરથી ભાજપના સહદેવ પુંડીર વિજેતા
-  ભાજપના વિકાસનગરથી ઉમેદવાર  મુન્ના સિંહ ચૌહાણ  જીત્યા
- ઋષિકેષમાં ભાજપના પ્રેમચંદ્ર અગ્રવાલની જીત
 
ઉત્તરાખંડમાં બીજેપીની જીતના 5 કારણો
 
1.મોદીનો જલવોઃ યુપીની જેમ ઉત્તરાખંડમાં પણ બીજેપીની જીતનું સૌથી મોટું કારણ વડાપ્રધાન મોદી છે. આજે પણ અહીંયાના લોકોને મોદી પર વિશ્વાસ છે. લોકોએ વિકાસના પ્રતીક અને ગરીબોના મસીહા તરીકે ઉભરેલા વડાપ્રધાનના ચહેરાને જોઈ વોટ આપ્યો. પીએમની છબી સામે હરીશ રાવત પણ ટકી ન શક્યા.
2. કોંગ્રેસના બળવાખોરઃ ઉત્તરાખંડમાં બીજેપીએ કોંગ્રેસને નબળી પાડવા તેના નેતાઓને તોડીને મોટી ચાલ રમી, જે સફળ રહી. રાજ્યમાં સરકાર બનાવવા 36નો જાદુઈ આંકડો જોઈએ. ભાજપે કોંગ્રેસના પૂર્વ સીએમ વિજય બહુગુણા સહિત 14 બળવાખોરને વિજેતા માનીને મેદાનમાં ઉતાર્યા. જેમાંથી મોટાભાગના જીત્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સતપાલ મહારાજે પણ કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું.
3. પ્રચારકોની ફોજઃ ઉત્તરાખંડ ચૂંટણીમાં બીજેપીની જીતનું સૌથી મોટું કારણ પ્રચારકોની મોટી ફોજ પણ રહ્યું. કોંગ્રેસ તરફથી માત્ર હરીશ રાવત જ મોટા પ્રચારક હતા. જ્યારે બીજેપીએ પીએમ મોદી સાથે અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત 12 કેન્દ્રીય મંત્રીઓએ સભા સંબોધી. ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારી, બીસી ખંડૂરી સહિત એનડી તિવારીએ પણ બીજેપી માટે વોટ માંગ્યા.
4. આ મુદ્દે હરીશ રાવતને આપી હારઃ ઉત્તરાખંડ ચૂંટણીમાં બીજેપીએ મુખ્ય રીતે ત્રણ મુદ્દા સ્થળાંતર, કુદરતી આપત્તીમાં સપડાયેલા પીડિતોનું પુનર્વસન અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યા. પીએમ મોદી સહિત ભાજપના તમામ નેતાઓ આ મુદ્દે હરીશ રાવત સરકારને ઘેરતા રહ્યા. આ હુમલાનો હરીશ રાવત સરકાર તરફથી કોઈ જવાબ ન મળ્યો.
5. કોંગ્રેસ મુસ્લિમોને ન રીઝવી શકીઃ ઉત્તરાખંડની 70 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસ માટે હરિદ્વાર અને ઉધમસિંહ નગરની 20 સીટો મહત્વની હતી. અહીંયા મુસ્લિમ અને દલિતોની વધારે વસતિ છે. રાજ્યના ભાગલા બાદ મોટાભાગની સીટો કોંગ્રેસને મળતી રહી છે. આ વખતે કોંગ્રેસના નેતાઓ બળવો કરીને બીજેપીમાં જોડતાં હરીશ રાવત સરકારને હારનો સામનો કરવો પડ્યો.
 
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં આ દિગ્ગજોનું ભાવી થયું નક્કી
 
ગણેશ જોષી (ભાજપ)
ગોવિંદ સિંહ (કોંગ્રેસ)
હરીશ રાવત (કોંગ્રેસ)
કાશી સિંહ (યૂકેડીડી)
પ્રણબ સિંહ (ભાજપ)
કિશોર ઉપાધ્યાય (કોંગ્રેસ)
રિતૂ ખંડુરી (ભાજપ)
સતપાલ મહારાજ (ભાજપ)
સૌરવ બહુગુણા (ભાજપ) 
 
# ઉત્તરાખંડ   
વિધાનસભાની 70 અને લોકસભાની 5 બેઠક   
પક્ષ2012 વિધાનસભાવોટ%2014 લોકસભા
કોંગ્રેસ3233.8-
બીજેપી3131.15
બીએસપી312.2-
યૂકેડીપી11.9-
અન્ય312.3-
અન્ય સમાચારો પણ છે...