તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડઃ ત્રિવેન્દ્ર સિંહ રાવત આજે લેશે CMપદના શપશ, મોદી રહેશે હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેહરાદૂનઃ ઉત્તરાખંડના નવમાં મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્ર સિંહ રાવતે આજે  શપશ લીધા હતા. પરેડ ગ્રાઉન્ડ પર શપશ સમારોહ યોજાયો હતો. જેમાં ત્રિવેન્દ્ર રાવત સહિત તેમના મંત્રી મંડળના સભ્યો શપથ ગ્રહણ કર્યા.  કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા 5 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 19 વર્ષ સુધી RSSના પ્રચારક રહેલા ત્રિવેન્દ્ર સિંહના શપશ આ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત બીજેપી શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને નેતાઓ હાજર થે. શપથ લેતાં પહેલા આજે સવારે તેમણે ઘરમાં પૂજા કરી હતી. ત્રિવેન્દ્ર સિંહના ઘર આગળ સવારથી જ સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
 
આ લોકોએ લીધા શપથ
 
ત્રિવેન્દ્ર સિંહ રાવતઃ મુખ્યમંત્રી
સતપાલ મહારાજઃ લોકસભા ચૂંટણી 2014 વખતે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયા. રેલ રાજ્ય મંત્રી રહી ચૂકેલા સતપાલ મહારાજ સીએમની રેસમાં સામેલ હતા.
પ્રકાશ પંતઃ  ભાજપના વરિષ્ઠ નેતા છે. સીએમની રેસમાં પણ સામેલ હતા. 2007માં ભાજપ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
હરક સિંહ રાવતઃ  કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપની ટિકિટ પર કોટદ્વારાથી વિજેતા બન્યા છે. કોંગ્રેસ સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
મદન કૌશિકઃ ભાજપના દિગ્ગજ નેતા છે. હરિદ્વારાથી સતત ચોથી વાર વિજેતા બન્યા.
યશપાલ આર્યઃ કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા  યથપાલ ટિકિટ ફાળવણી પહેલા દીકરા સંજીવ આર્ય સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા.
અરવિંદ પાંડેઃ ગદરપુરથી ભાજપના ધારાસભ્ય સતત ચોથી વખત વિજેતા બન્યા. તેઓ પાલિકાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ઉધમસિંહ નગરમાં ભાજપનો મોટો ચહેરો છે.
સુબોધ ઉનિયાલઃ કોંગ્રેસમાં બળવો કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી. પૂર્વ સીએમ વિજય બહુગુણાના નજીક છે. નરેન્દ્રનગરથી વિજેતા બન્યા.
રેખા આર્યઃ કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા રેખા આર્ય પૂર્વ સીએમ કોશ્યારીની નજીકના છે. મહિલા હોવાના કારણે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
 
કોણ રહ્યું હાજર
 
ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, મનોહર લાલ ખટ્ટર, પૂર્વ કોંગ્રેસી નેતા બહુગુણા સહિત અનેક ટોચના નેતાઓ હાજર રહ્યા.
 
 
શુક્રવારે વિધાયક દળના નેતા તરીકે પસંદગી
 
- દેહરાદૂનમાં શુક્રવારે યોજાયેલી મીટિંગમાં ધર્મેન્દ્ર પ્રધાન, જેપી નડ્ડા સહિત ભાજપના તમામ 57 ધારાસભ્યો હાજર હતા. આ દરમિયાન રાવતને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરાયા.
- રાવતે દેહરાદૂનની દેહરાદૂનની ડોઈવાલા વિધાનસભા સીટથી તેમણે આ વખતે કોંગ્રેસના સીનિયર લીડર હીરા સિંહ બિષ્ટને 24,869 વોટથી હરાવ્યા છે.  
- ત્રિવેન્દ્ર સિંહ રાવતના નામ પર ગુરુવારે દિલ્હીમાં મહોર લાગી હતી. તેમને અચાનક દિલ્હી બોલાવાયા હતા.
 
ત્રિવેન્દ્ર સિંહ રાવતના પરિવારમાં કોણ કોણ છે
 
- ત્રિવેન્દ્ર સિંહ રાવતનો જન્મ 20 ડિસેમ્બર, 1960માં ઉત્તરાખંડના ખૈરાસેણ ગામમાં થયો હતો.
- તેમના પિતાનું નામ પ્રતાપ સિંહ રાવત અને માતાનું નામ બોદ્ધા દેવી છે.
- પત્ની સુનીતા રાવત સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે. સંતાનમાં બે દીકરીઓ છે.
- ત્રિવેન્દ્ર ઈતિહાસમાં એમએ અને પત્રકારત્વમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે.
 
અમિત શાહની છે નજીક
 
-બીજેપીના નેશનલ સેક્રેટરી અને જર્નાલિસ્ટ રહી ચૂકેલા ત્રિવેન્દ્ર સિંહ રાવત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નજીકના પણ છે.
- સંઘના પ્રદેશ એકમે પણ રાવતના નામ પર મહોર લગાવી દીધી છે. 2014માં ઝારખંડના ઈન્ચાર્જ બન્યા બાદ તેમના નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની પૂર્ણ બહુમતથી સરકાર બની હતી.
- ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ 2000માં યુપીથી અલગ થઈને નવું રાજ્ય બન્યું હતું.
 
આ કારણે રાવતના નામ પર લાગી મહોર
 
-ત્રિવેન્દ્ર સિંહ રાવત આરએસએસ પ્રચારક રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં શાહ યુપીના પ્રભારી અને રાવત સહ-પ્રભારી હતા. તે સમયે બીજેપીના 80માંતી 72 કેન્ડિડેટ જીત્યા હતા.
- જે બાદ શાહે રાવતને 2014માં વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડના પ્રભારી બનાવ્યા. જેમાં પાર્ટી બહુમતથી સરકાર બનાવી. રાવતને બાદમાં નમામિ ગંગે સમિતિના નેશનલ કન્વીનર બનાવાયા.
- રાવતને એડમિનિસ્ટ્રેશન ચલાવવાનો અનુભવ છે. તેઓ ખંડૂરી અને રમેશ પોખરિયાલની કેબિનેટમાં મંત્રી રહ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ 10 કારણોથી ત્રિવેન્દ્ર સિંહ રાવત બન્યાં સીએમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો