તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ સમારોહ સ્થળનું કર્યું જાત નિરીક્ષણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ ઉત્તર પ્રદેશના ત્રીજા સૌથી યુવાન મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે રવિવારે શપથ ગ્રહણ કર્યા.બે નાયબ મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળમાં 22 કેબિનેટ અને 24 રાજ્ય  કક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. યોગીના શપથ વિધિ સમારોહમાં વડાપ્રધાન મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. શપથ વિધિમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમના પિતા મુલાયમ યાદવ સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ-બસપાના નેતાઓની અનુપસ્થિતિ આંખે ઉડીને વળગતી હતી. 
મોદીએ શુભકામના પાઠવી
 
શપશ સમારંભ પૂરો થયા બાદ વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના નવ નિયુક્ત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા સહિત શપથ ગ્રહણ કરનારાં તમામ મંત્રીઓને શુભકામના પાઠવી હતી. મોદીએ કહ્યું કે યુપી સરકારની આ ટીમમાં તેમને ખૂબ વિશ્વાસ છે અને તેઓ ઉત્તરપ્રદેશને ઉત્તમપ્રદેશ બનાવવામાં કોઇ કસર નહી છોડે. તેમણે કહ્યું કે યુપી સરકારનો એજન્ડા વિકાસ છે અને હવે યુપી વિક્રમી વિકાસ સાધશે. 
 
અખિલેશ-મુલાયમે મોદી સાથે કરી મુલાકાત
 
શપશ સમારંભ બાદ મોદી નવનિયુક્ત પ્રધાનો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મંચની એક બાજુથી અમિત શાહ સપાના સંરક્ષક મુલાયમ યાદવને મોદી પાસે લઈને આવ્યા હતા. જે બાદ તેમણે અખિલેશને પણ ત્યાં બોલાવ્યા હતા. આ પછી નેતાજીએ મોદી સાથે ઉષ્માપૂર્વક હાથમાં હાથ લઈને વાત કરી હતી. મુલાયમે મોદીના કાનમાં કઈંક કહ્યું હતું. દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પણ ત્યાં આવ્યા હતા અને ઉષ્માભેર મળ્યા હતા. 
 
14 ઓબીસી 8-8 બ્રાહ્મણ અને ક્ષત્રિય
જ્ઞાતિનું ગણિત : યોગી મંત્રીમંડળમાં તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. નવા પ્રધાનોમાં 8 બ્રાહ્મણ, 8 ક્ષત્રિય,  7 વૈશ્ય, 6 દલિત, 14 ઓબીસી, 1 કાયસ્થ, 1 ભૂમિહાર, 1 મુસ્લિમ અને 1 શીખ સામેલ છે.
 
61 ટકા મંત્રી ફર્સ્ટ ટાઇમર: મંત્રીમંડળના 29 સભ્ય પહેલીવાર મંત્રી બન્યા છે. એટલે કે યૂપીના 61% ફર્સ્ટ ટાઇમર છે. તેમાંના 20 મંત્રી તો પહેલીવાર જ ધારાસભ્ય બન્યા છે.
5 મંત્રી નેતાના સંબંધી: રાજસ્થાનના રાજ્યપાલના પૌત્ર સંદીપ સિંહ સહિત 5 (9ટકા) મંત્રી નેતાઓના સંબધી છે. જોકે, ગૃહ મંત્રી રાજનાથ સિંહના પુત્ર  પંકજ સિંહને તેમાં જગ્યા નથી મળી.
પાંચ મહિલાઓ: રીતા બહુગુણા જોશી, સ્વાતિ સિંહ, અનુપમા જયસ્વાલ, ગુલાબ દેવી અને અર્ચના પાંડે સામેલ છે. તેમાં રીતા કેબિનેટ મંત્રી છે.
 
અન્ય પક્ષોથી ભાજપમાં આવેલા પણ મંત્રી બન્યા
કેબિનેટ મંત્રી: સ્વામી પ્રસાય મૌર્ય, રીતા બહુગુણા જોશી, દારા સિંહ ચૌહાણ, એસપી સિંહ બઘેલ, બ્રજેશ પાઠક, લક્ષ્મી નારાયણ ચૌધરી, નંદ ગોપાલ ગુપ્તા નંદી
રાજ્યમંત્રી (સ્વતંત્ર): અનિલ રાજભર, ધર્મસિંહ સૈની,
સૌથી વયોવૃદ્ધ મંત્રી: લક્ષ્મી નારાયણ ચૌધરી (78)
સૌથી યુવા મંત્રી: સંદીપ સિંહ
 
જયશ્રી રામ, ભારત માતા કી જય, મોદી-મોદી, યોગી-યોગીના નારા લાગ્યા
 
યોગી આદિત્યનાથ અને મંત્રીમંડળના શપથ સમારંભ દરમિયાન મોદી-મોદી, યોગી-યોગી સહિત જયશ્રી રામ, ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.
 
યોગીના હાલના નિવાસસ્થાન ગોરખપુરમાં પણ ખુશીનો માહોલ
 
યોગી આદિત્યનાથે સીએમ તરીકે શપથ લેતાં, તેઓ હાલ જ્યાં નિવાસ કરે છે તે ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની બહાર બીજેપીના સમર્થકોએ ઊજવણી કરી હતી અને તેમની ખુશી પ્રદર્શિત કરી હતી.
 
યોગીના સીએમ બનવા પર પરિવારજનોની પ્રતિક્રિયા
 
- યોગી આદિત્યનાથના સીએમ બન્યાની ખુશીમાં તેમના ઘર પાંચૂર, યામકેશ્વરમાં તેમના પરિવારજનોએ સેલિબ્રેશન કર્યું હતું. 
- તેમના પિતાએ કહ્યું કે, પહેલેથી જ તેનું લક્ષ્ય લોકોની સેવા કરવાનું હતું. હવે જ્યારે તે સીએમ થઇ ગયો છે તો હું ખરેખર ખૂબ જ ખુશ છું. 
- આદિત્યનાથની બહેને કહ્યું કે ગઇકાલે આદિત્યનાથના સીએમ બનવાના સમાચારની રાહમાં અમે અમારા ટીવી સામે ચોંટીને બેસી રહ્યા હતા. પછીથી અમે આ સારા સમાચારની  ઊજવણી કરી હતી અને ફટાકડા ફોડ્યા હતા. 
 
આ દિગ્ગજ નેતાઓ હાજર
 
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉમા ભારતી, યુપી પ્રભારી ઓમ માથુર, વેંકૈયા નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મુલાયમ યાદવ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, મનોજ તિવારી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસ, છત્તીસગઢના મુખ્યપ્રધાન ડૉ. રમણસિંહ, ગોવાના સીએમ મનોહર પારિકર, આંધ્રના સીએમ ચંદ્રાબાબુ નાયડુ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
 
કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં યોજાયો શપશ ગ્રહણ સમારોહ
 
- ભાજપ સરકારનો શપશ ગ્રહણ સમારોહ લખનઉના કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં યોજાયો હતો. 
- એક પ્રોગ્રામમાં નાઈકે કહ્યું કે, સુખદ સંયોગ છે કે સંસ્કૃતિ ઉત્સવ 17 થી 19 માર્ચ સુધી ચાલશે અને 19 માર્ચે રાજ્યના નવા સીએમ સહિત મંત્રીમંડળનો શપશ સમારોહ કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં થશે.
- આ પહેલા એવું કહેવામાં આવતું હતું કે શપથ ગ્રહણ સમારોહ લખનઉમાં લો માર્ટીનિયર કોલેજ ગ્રાઉન્ડમાં થશે.
- પરંતુ અનેક દિગ્ગજ નેતાઓની તથા હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરોની હાજરીને કારણે સ્મૃતિ ઉપવન પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. 
 
મોદીના કારણે મોટો સ્ટેજ બનાવાયો
 
 સમારોહમાં પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ સામેલ થયા હોવાથી મોટો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. સ્ટેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. એક બાજુ શપથ લેનારા મંત્રીઓ અને બીજી બાજુ આમંત્રિત મહેમાનોને બેસાડવામાં આવ્યા હતા.
 
ચાંપતી સુરક્ષા વ્યવસ્થા 
 
શપથ ગ્રહણ સમારોહ માટે 7 એસપી, 24 એએસપી, 50 ડેપ્યુટી એસપી, 550 ઈન્સ્પેક્ટર, 3370 સિપાહી, 18 કંપની પેરા મિલિટ્રી ફોર્સ, 16 કંપની પીએસી, 500 ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈજી ઝોન લખનઉને નોડલ ઓફિસર બનાવાયા છે.  આ સમગ્ર પ્રોગ્રામ ડીડી સિક્યુરિટીની દેખરેખમાં થઈ રહ્યો છે.
 
21મી સદીના બે સારા સમાચારઃ ઉમા ભારતી
 
- કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આજે જણાવ્યું હતું કે, મોદી ભારતના વડાપ્રધાન બન્યા અને મારો નાનો ભાઈ યોગી ઉત્તર પ્રદેશનો સીએમ બન્યો, આ બંને 21મી સદીના શ્રેષ્ઠ ન્યૂઝ છે. યોગી વિકાસ અને રાષ્ટ્રવાદને સાથે લઈને ચાલશે અને ડાબેરીઓના ગાલ પર આ સૌથી મોટો તમાચો છે.
- ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, આદિત્યનાથને સીએમ બનાવવા સામે કોઈ વાંધો નથી. હું મારી ડેપ્યુટી સીએમની પોસ્ટ પર ખતરો ઉતરીશ. લો એન્ડ ઓર્ડર પર કામ કરીશ.
 
યોગીએ શનિવારે મોડી રાત્રે DGP સાથે કરી મુલાકાત
 
સીએમ તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથે ડીજી જાવેદ અહમદ સાથે મુલાકાત કરીને ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થાની જાણકારી મેળવી. બીજેપીની જીત બાદ બરેલી સહિત અન્ય જગ્યાએ થયેલી મારામારીની ઘટનાનો ઉલ્લેખ કરી તેમણે આ પ્રકારની ગુંડાગર્દી ન ચલાવી લેવા જણાવ્યું. આદિત્યનાથે કહ્યું કે પોલીસ કડક વલણ અપનાવે અને ઉત્સવની આડમાં ઉપદ્રવ સહન ન કરે, તે જોવા સૂચના આપી હતી. 
 
કેબિનેટ પ્રધાનોની યાદી પર નજર કરવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો