NO Fake News: ટ્રમ્પ કહે છે- આતંકી હુમલા રોકવામાં મોદી, નવાઝ કરતા પાછળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ઈન્ટરનેટ પર એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાએ એક રિપોર્ટ જાહેર કરીને મોદીની પોલ ખોલી દીધી છે. રિપોર્ટમાં ટ્રમ્પે કહ્યું કે, આતંકી હુમલા રોકવામાં મોદી નવાઝ શરીફ કરતા પાછળ છે. ભાસ્કર.કોમે આ વાયરલ મેસેજનું ઈન્વેસ્ટીગેશન કર્યું છે....
 
શું થયું વાયરલ?

- વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાએ મોદીની પોલ ખોલતો આતંકવાદ સાથે જોડાયેલો એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં આતંકી હુમલા રોકવામાં ભારતને પાકિસ્તાનની પાછળ બતાવવામાં આવ્યું છે. તે સાથે જ કમેન્ટ કરતા કહેવામાં આવ્યું છે કે- મોદીજી, આ ટ્રમ્પ તમારી સાથે કેવી મિત્રતા નીભાવી રહ્યા છે.
- આ સાથે જ જોડાયેલા એક અન્ય વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ જુઓ કેવો અદ્ભૂત વિકાસ કરી દીધો છે.... પાકિસ્તાનને પાછળ મૂકીને એક નવો કીર્તિસ્તભં બનાવી દીધો છે.
 
અમારા ઈન્વેસ્ટિગેશનમાં સામે આવી આ સત્યતા
 
- વાયરલ દાવાનું સત્ય જાણવા માટે અમે સૌથી પહેલા અમેરિકી સરકારની વેબસાઈટ પર આતંકવાદ સાથે જોડાયેલો રિપોર્ટ સર્ચ કરવાનું શરૂ કર્યું. બહુ શોધ્યા પછી અમને આ મહિને અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવેલો 2016નો 'કંટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ' મળ્યો હતો.
- આ રિપોર્ટ મળ્યા પછી વાયરલ મેસેજમાં અમેરિકા દ્વારા આતંકવાદ સાથે જોડાયેલા રિપોર્ટ રજૂ કરવાની વાત સાચી નીકળી છે. પરંતુ તેમાં આતંકી હુમલા રોકવામાં ભારતને પાકિસ્તાનથી પાછળ બતાવવાનું ઈન્વેસ્ટિગેશન હજુ બાકી છે. 
- ઈન્વેસ્ટિગેશનને આગળ વધારતા અમે 445 પેજનો 'કંટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ' વાંચ્યો. રિપોર્ટના એનેક્ચરમાં આ વિશેની માહિતી આપવામાં આવી હતી.
- એનેક્ચરના ટેબલ નંબર 2માં 2016માં સૌથી વધારે થયેલા આતંકી હુમલા થયા હતા તે દેશોના લિસ્ટ આપવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં પહેલા નંબર પર ઈરાક, બીજા પર અફઘાનિસ્તાન, ત્રીજા નંબર પર ભારત અને ચોથા નંબર પર પાકિસ્તાન હતું.
- લિસ્ટમાં જણાવ્યા પ્રમાણે 2016માં ભારતમાં 927 અને પાકિસ્તાનમાં 734 આતંકી હુમલા થયા હતા. 
 
ઈન્વેસ્ટિગેશન રિઝલ્ટ: સોશિયલ મીડિયા પર અમેરિકી રિપોર્ટમાં આતંકી હુમલા રોકવાના મામલે ભારત પાકિસ્તાન કરતા પાછળ હોવાની વાત સાચી નીકળી

- જુલાઈ 2017માં અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલો 'કંટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ' રિપોર્ટ પ્રમાણે 2016માં ભારત આતંકી હુમલા રોકવામાં પાકિસ્તાન કરતા પાછળ રહ્યું છે. 2016માં ભારતમાં પાકિસ્તાન કરતા વધારે આતંકી હુમલા થયા છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ આતંકી હુમલા રોકવામાં ભારત પાકિસ્તાન કરતા પાછળ રહ્યું હોવાથી કેવા કેવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે
 
અન્ય સમાચારો પણ છે...