તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકી કંપનીએ NHAIના ઓફિસરોને 7.5 Cr.ની લાંચ આપી: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: અમેરિકાના બોસ્ટનની કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કંપની સીડીએમ સ્મિથ પર ભારતીય ઓફિસરોને 11.8 લાખ ડોલર (આશરે 7.5 કરોડ રૂપિયા) ની લાંચ આપીને કોન્ટ્રાક્ટ હાંસલ કરવાનો આરોપ લાગ્યો છે. આ લાંચ ભારતમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓને 2011થી 2015 દરમિયાન આપવામાં આવી. આ જાણકારી યુએસના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આપી અને હવે તેઓ ભારત સરકારને આ આરોપોની તપાસના આદેશ આપવા માટે કહેવાના છે.
 
કંપનીની સબસાઇડરી ભારતમાં
 
- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝને 21 જૂનના રોજ સીડીએમ સ્મિથને મોકલેલા પત્રમાં કહ્યું કે સીડીએમ સ્મિથે ભારતમાં સરકારી અધિકારીઓને આશરે 11.8 લાખ ડોલરની લાંચ આપી. કંપનીએ આ પરમ પોતાના કર્મચારીઓ અને એજન્ટ દ્વારા આપી. તેના બદલામાં હાઇવેના કન્સ્ટ્રક્શનની દેખરેખ, કોન્ટ્રાક્ટની ડિઝાઇન અને વોટર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો. કંપનીએ આ કોન્ટ્રાક્ટથી 40 લાખ ડોલર (લગભગ 260 કરોડ રૂપિયા)ના નફાની કમાણી કરી.  
- ઉલ્લેખનીય છે કે સીડીએમ સ્મિથ અમેરિકન કંપની છે. તે પોતાની સબસાઇડરી કંપની (પેટાકંપની સીડીએમ ઇન્ડિયા) મારફતે ભારતમાં કામ કરી રહી છે.
 
4 વર્ષ દરમિયાન આપી લાંચ
 
- જસ્ટિસ ડિપાર્ટમેન્ટે સીડીએમ સ્મિથને આપેલા પત્રમાં જણાવ્યું કે કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે આ લાંચ 2011 થી 2015 દરમિયાન આપવામાં આવી.
- ડિપાર્ટમેન્ટનું એ પણ કહેવું છે કે, “સીડીએમ ઇન્ડિયાના સિનિયર મેનેજમેન્ટના તમામ અધિકારીઓને લાંચ આપવામાં આવી રહી છે, તે બાબતની સંપૂર્ણ જાણકારી હતી.”
 
4% સુધી જાય છે લાંચ
 
- પત્રમાં કહેવામાં આવ્યું, “સામાન્ય રીતે કોન્ટ્રાક્ટની કિંમતની સરખામણીએ લાંચ 2 થી 4% હોય છે અને ફ્રોડ સબ-કોન્ટ્રાક્ટર્સ મારફતે તેનું પેમેન્ટ કરવામાં આવે છે. આ સબ-કોન્ટ્રાક્ટર્સ હકીકતમાં કોઇ સર્વિસ આપતા નથી અને એવું માનવામાં આવે છે કે આ પેમેન્ટથી અધિકારીઓને પૂરો ફાયદો પહોંચાડવામાં આવે છે.”
 
ગોવાના પ્રોજેક્ટમાં પણ આપી લાંચ
 
- જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે સીડીએમ સ્મિથના ભારતીય યુનિટે ગોવામાં એક વોટર પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ માટે 25 હજાર ડોલરનું પણ પેમેન્ટ કર્યું હતું. આ જૂનો મામલો છે, જે પહેલા પણ સામે આવી ચૂક્યો છે.
 
ગડકરીએ આપ્યા તપાસના આદેશ
 
- નવી દિલ્હીમાં મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ આ આરોપોને ગંભીરતાથી લીધા છે અને NHAIના ચેરમેનને મામલાની તપાસ કરવા માટે જણાવ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...