તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇવાન્કા ટ્રમ્પની ભારત વિઝિટ પહેલા કોન્ટ્રોવર્સી, 4 કારણોથી USમાં નારાજગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદ: ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ સમિટ મંગળવારથી ભારતમાં શરૂ થવા જઇ રહી છે. આ સમિટ બે કારણોના લીધે ચર્ચામાં છે. પહેલું- યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ આ સમિટમાં હિસ્સો લેવાની છે. બીજું- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદ્ઘાટન કરશે. સાથે જ તેઓ ઇવાન્કા સહિત 100 ખાસ પસંદ કરાયેલા એન્ટરપ્રેન્યોર્સ સાથે ડિનર કરશે. ઇવાન્કાની આ વિઝિટને લઇને અમેરિકામાં પણ વિવાદ ઊભો થઇ ગયો છે. તેની આ વિઝિટથી વ્હાઇટ હાઉસ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની વચ્ચે વિખવાદના પણ સમાચારો આવી રહ્યા છે. જાણો કયા કારણોથી ઇવાન્કાની વિઝિટને લઇને અમેરિકામાં નારાજગી છે.

 

ચાર કારણોસર ઇવાન્કાની ભારત વિઝિટ પર છે વિવાદ

 

1) વિદેશમંત્રીને મોકો ન મળ્યો

 

2010માં આ સમિટની શરૂઆત બરાક ઓબામાએ કરી હતી. જ્યાં ક્યાંય પણ આ ગ્લોબલ સમિટ થઇ, યુએસ ડેલિગેશનનું નેતૃત્વ વિદેશમંત્રી અથવા પ્રેસિડેન્ટે જ કર્યું. બરાક ઓબામાએ પ્રેસિડેન્ટ હોવાને કારણે અને જોન કેરીએ વિદેશમંત્રી હોવાને કારણે આ સમિટમાં હિસ્સો લીધો. આ વખતે આવું નથી થઇ રહ્યું.

 

2) મહત્વ ન મળ્યું તો હાઇ લેવલ ડેલિગેશન પણ ન મોકલ્યું

 

આ વખતની સમિટમાં યુએસ ડેલિગેશનનું નેતૃત્વ વિદેશમંત્રી રેક્સ ટેલરસન નહીં, પરંતુ ઇવાન્કા ટ્રમ્પ કરી રહી છે. ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા પછી આ બીજી આટલી મોટી ઇવેન્ટ છે, જેમાં ઇવાન્કા યુએસને રિપ્રેઝન્ટ કરી રહી છે. આ પહેલા તેમણે જી-20ની એક વુમન સમિટમાં યુએસને રિપ્રેઝન્ટ કરી હતી. તેનાથી જ નારાજ ટેલરસન ઇવાન્કા સાથે એક પણ હાઇ લેવલ ડિપ્લોમેટ નથી મોકલી રહ્યા.

- સીએનએનના જણાવ્યા પ્રમાણે, ઇવાન્કાના કારણે વ્હાઇટ હાઉસ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ વચ્ચેનો વિખવાદ ખુલીને સામે આવી ગયો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઇવાન્કાની સાથે કોઇ સિનિયર ડિપ્લોમેટ મોકલવા માંગતું નથી, કારણકે તેમ કરવાથી ઇવાન્કાની ગ્લોબલ ઇમેજ મજબૂત બનશે.

- એમ પણ માનવામાં આવે છે કે વિદેશમંત્રી ટેલરસન એવું મહેસૂસ કરે છે કે ટ્રમ્પના 10 મહિનાના એડમિનિસ્ટ્રેશન દરમિયાન ઇવાન્કા અને તેના પતિ જરેદ કુશનર તેમના પર દરેક મામલે હાવી થતા જોવા મળ્યા.

 

3) મહિલાઓના મામલે ઇવાન્કાનું મૌન

 

- સીએનએનના રિપોર્ટ પ્રમાણે, ઇવાન્કા મહિલાઓની થીમ પર રાખવામાં આવેલી સમિટમાં યુએસને રિપ્રેઝન્ટ કરવા જઇ રહી છે, પરંતુ મહિલાઓ સાથે જોડાયેલા ઘણા મહત્વના મુદ્દાઓ પર તેમનું મૌન સવાલો ઊભા કરે છે. ચાર મહિલાઓ તરફથી સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપી સેનેટ કેન્ડિડેટ રૉય મૂરનો ટ્રમ્પ તો ખુલને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે ઇવાન્કા તેના પર કશું કહી નથી રહી.

- યુએસ મીડિયામાં આવી રહેલા સમાચારો પ્રમાણે, ટ્રમ્પની પોલિસીઓમાં મહિલાઓની હેલ્થ અને તેમના અધિકારોનું મહત્વ સતત ઓછું થઇ રહ્યું છે, પરંતુ ઇવાન્કા તેના પર કંઇ બોલતી નથી. ટ્રમ્પની દીકરી હોવાને કારણે ગ્લોબલ સમિટમાં ઇવાન્કાને મોકલવાને લીધે દુનિયામાં એવો મેસેજ જઇ રહ્યો છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં વ્હાઈટ હાઉસ ફક્ત ભાઇ-ભત્રીજાવાદથી ઘેરાયેલું છે.

 

4) ગારમેન્ટ વર્કર્સ પર પણ ઇવાન્કાનું મૌન

 

- ધ વોશિંગ્ટન પોસ્ટે પોતાના એક આર્ટિકલમાં લખ્યું કે ઇવાન્કા મહિલાઓના મુદ્દે પોતાની વાત રાખવા માટે ભારત જઇ તો રહી છે, પરંતુ શું તે તેમની ફેશન લાઇનમાં મદદ કરનારા ભારતીય ગારમેન્ટ વર્કર્સ વિશે કંઇ કહેશે?

- છાપાએ લખ્યું, “ધ વોશિંગ્ટન પોસ્ટે ઇવાન્કા ટ્રમ્પની બ્રાન્ડમાં ઉપયોગમાં લેવાતા કાપડના લેબલ અને શિપિંગ રેકોર્ડ્સ તપાસ્યા. અમને જાણ થઇ છે કે આ પ્રોડક્ટ્સ ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આવે છે. કઇ ભારતીય ફેક્ટરીઓ ઇવાન્કા ટ્રમ્પની બ્રાન્ડ માટે કપડા બનાવે છે, એ કહેવું મુશ્કેલ છે. પરંતુ, ઇવાન્કાની બ્રાન્ડ લોર્ડ એન્ડ ટેલર જેવા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર ભારતમાં બનેલા કપડા વેચે છે. શું ઇવાન્કા ભારતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેમના માટે કામ કરનારી મહિલાઓ વિશે કંઇ કહેશે?”

અન્ય સમાચારો પણ છે...