યોગી સરકારના 100 દિવસ, આજે રજૂ કરશે રિપોર્ટ કાર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ યોગી આદિત્યનાથ મંગળવારે તેમની સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. લોકભવનમાં યોગીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ગત સપા સરકાર પર પ્રહાર કર્યો હતો. યોગીએ જણાવ્યું કે, 'ભ્રષ્ટાચાર, પરિવારવાદે યુપીને નુકસાન કર્યું છે. કાનૂન વ્યવસ્થા સુધારવાની કોશિશ કરવામાં આવી રહી છે.' . આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશવ મૌર્ય પણ હાજર રહ્યા હતા.
 
ઋણ માફીની અસર વિકાસ કામો પર પડી નથી
 
સરકાર બિનજરૂરી ખર્ચ ઘટાડી ખેડૂતોનું દેવું માફ કરશે. ખેતી અને ખેડૂતોના મુદ્દા સરકારની પ્રાથમિકતા છે. ઋણ માફીની અસર વિકાસ કામો પર પડી નથી. ઋણ માફીથી 86 લાખ ખેડૂતોને લાભ થયો છે.
 
ભ્રષ્ટાચાર, પરિવારવાદે યુપીને નુકસાન કર્યું
 
યુપીમાં ગત સમાજવાદી સરકાર પર પ્રહાર કરતાં સીએમ યોગીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદથી રાજ્યને નુકસાન થયું છે. હાલ દરેક વિભાગમાંથી ભ્રષ્ટાચાર ઓછો થવાની સાથે તંત્રની અસરકારક કામગીરી જોવા મળી રહી છે.
 
ઓક્ટોબર 2018 સુધી ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવવાનો ટાર્ગેટ
 
યોગીએ જણાવ્યું કે, 9 લાખ 70 હજાર લોકોને ગામડામાં ઘર આપવામાં આવ્યા છે. ઓક્ટોબર 2018 સુધી રાજ્યમાં લોકોને ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવવાનો લક્ષ્ય છે.
 
100 દિવસની ઉપલબ્ધિ પર સંતોષ
 
અમે સૌનો સાથ-સૌનો વિકાસનું અનુકરણ કર્યું છે. અમારી સરકારે આમ જનતાના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. રાજ્ય સરકારના 100 દિવસની ઉપલબ્ધિ પર સંતોષ છે. 2017 દલિત કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. 24 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
બુકલેટ અને વીડિયો કરાયો જાહેર
 
યોગીએ 100 દિવસ પૂરા થવા પર ‘100 દિન વિશ્વાસ કે’ બુકલેટ જાહેર કરી. તેની સાથે એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો.
 
19 માર્ચે યોગીએ સંભાળી હતી યુપીની કમાન
 
-સીએમ યોગીએ 19 માર્ચે યુપીની કમાન સંભાળી હતી. જે વખતે તેમણે સરકારના 100 દિવસ પૂરા થવા પર રિપોર્ટ કાર્ડ રજૂ કરવાની વાત કરી હતી.
- એજન્ડા મુજબ સીએમ તમામ વિભાગોની રિવ્યૂ મીટિંગ પણ લીધી હતી અને ઝડપથી કામ કરવા કહ્યું હતું. ઉપરાંતી સીએમે ખુદ યુપીના અનેક જિલ્લાનો પ્રવાસ કર્યો હતો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
- યોગી સરકારના આજે 100 દિવસ પૂરા થઈ રહ્યા છે. જેને લઈ તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.