MCD ચૂંટણીની થઈ શકે છે જાહેરાત, BJP પરિવારના સભ્યોને નહીં આપે ટિકિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. દિલ્હી ચૂંટણી પંચ દ્વારા  દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ 22 એપ્રિલે એમસીડીની ચૂંટણી યોજાશે અને 25 એપ્રિલે મતગણતરી થશે. આ માટે 27 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્ર ભરાવાની શરૂઆત થશે. આ પહેલા આજે એમસીડી ચૂંટણી સંદર્ભે  દિલ્હી બીજેપી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વર્તમાન નગર સેવકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, તેમના કોઈ પરિવારજનોને ટિકિટ નહીં ફાળવવામાં આવે. હાલ એમસીડી પર ભાજપનો કબજો છે. 
 
EVMના બદલે બેલેટથી વોટિંગ કરાવવા માંગ 
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ચૂંટણી ઈવીએમના બદલે બેલેટથી કરવાની માંગ કરી છે.આ માટે ચૂંટણી પંચને પત્ર લખવા કેજરીવાલે તેમના સચિવને નિર્દેશ આપ્યો છે.  ત્યારે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે, જ્યારે અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં 70માંથી 67 બેઠકો પર વિજય મળ્યો, ત્યારે કેમ સવાલ ન ઉઠાવ્યા?
 
આમ આદમી પાર્ટીએ પંજાબમાં હાર બાદ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. આવી જ રીતે ઉત્તર પ્રદેશમાં હાર બાદ માયાવતીએ પણ ઈવીએમ અંગે સવાલ ઉઠાવ્યા હતા. જેનું સમર્થન સપાના નેતા અખિલેશ યાદવે પણ કર્યું હતું. 
 
BJP અપનાવશે ગુજરાત મોડલ
 
મળતી માહિતી પ્રમાણે, મંગળવારની બેઠકમાં ભાજપને નેતાઓએ વર્તમાન કોર્પોરેટર્સને સ્પષ્ટ કરી દીધું છે કે, મોટાપાયે વર્તમાન કોર્પોરેટર્સને ફરી ટિકિટ નહીં મળે. ઉપરાંત તેમના પરિવારજનોને પણ ટિકિટ મળવાની આશા ન રાખે. પાર્ટી નવા કાર્યકર્તાઓને ટિકિટ આપવા માંગે છે. જેથી કરીને કોર્પોરેટર વિરૂદ્ધની સ્થાનિક લોકોની નારાજગીની માઠી અસર પાર્ટીના પરફોમન્સ પર  ન થાય. 
 
MCDની વર્તમાન સ્થિતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો...
અન્ય સમાચારો પણ છે...