IPSની પત્ની છે આ લેડી, સંભળાવી લગ્નથી લઈ બરબાદીની કહાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના. યુપીના સસ્પેન્ડ આઈપીએસ ઓફિસર હિમાંશુની પત્ની પ્રિયાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રિયાના કહેવા  મુજબ, હિમાંશુને અન્ય કોઈ છોકરી સાથે સંબંધ હતા. તે વારંવાર ખોટું બોલીને તેની પાસે જતા હતા. જ્યારે પ્રિયાએ તેનો વિરોધ કર્યો તો ફટકારવામાં આવી. ઉલ્લેખનીય છે કે હિમાંશુ  યોગી સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા પ્રથમ આઈપીએસ છે.
 
કોમ્બિંગ ઓપરેશનના નામ પર રહેતો હતો રાતભર બહાર
 
-હિમાંશુ અને પ્રિયાના લગ્ન 4 જુલાઈ, 2014ના રોજ થયા હતા. હિમાંશુને લગ્નેતર સંબંધ હતા.  લગ્નના બે દિવસ બાદ તેને પિયર મોકલી દેવામાં આવી હતી.
- જે બાદ હિમાંશુ માતા-પિતાના દબાણમાં પ્રિયાને ઘરે તો લઈ આવ્યો પરંતુ તે અન્ય યુવતીઓ સાથે ફરતો રહેતો હતો. પ્રિયા જ્યારે આનો વિરોધ કરતી ત્યારે હિમાંશુ મારતો હતો.
-પ્રિયાના કહેવા મુજબ હિમાંશુ ડ્યુટી, કોમ્બિંગ ઓપરેશન અને છાપામારીના નામ  પર રાતભર બહાર રહેતો હતો.
- મેં જ્યારે મારા સાસુ-સસરાને આ અંગે વાત કરી ત્યારે સમગ્ર પરિવારે મળીને મને શાંત કરી દીધી. હિમાંશુના પરિવારજનોને પણ તેના લગ્નેત્તર સંબંધની જાણ હતી.
 
પિતાએ નક્કી કર્યા હતા લગ્ન
 
- હિમાંશુના લગ્ન તેના પિતા મનોજ કુમાર સિંહે નક્કી કર્યા હતા. પ્રિયાનું કહેવું છે કે હિમાંશુની માતાએ લગ્ન પહેલા મને જોઈ હતી.
- બાદમાં બંને પરિવારોની મંજૂરી પર અમારા લગ્ન થયા. તે લોકોએ દહેજમાં કરોડોની જમીન અને મોટી માત્રામાં રોકડ રકમ પણ લીધી હતી.
 
કોર્ટમાં છૂટાછેડાનો કેસ
 
- પ્રિયાએ કહ્યું કે જ્યારે તેમણે મને હેરાન કરવાનું શરૂ કરી દીધું ત્યારે કંટાળીને હું પિયર આવી ગઈ અને કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. તે મને છૂટાછેડા આપીને પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગે છે. તેથી તેણે મને પૂછ્યાં વગર દિલ્હીની દ્વારકા કોર્ટમાં અરજી કરી છે.
- પ્રિયાએ કહ્યું, હિમાંશુએ તેની અરજીમાં કહ્યું કે પ્રિયા લગ્ન સમયે તેની સાથે જે સામાન લાવી હતી તે પરત લઈ જઈ શકે છે. પરંતુ મારું કહેવું છે કે સામાન પરત લઈ લેવાથી શું મારું જીવન બરબાદ થઈ જશે. શું મારી જિંદગી બરબાદ થાય એટલા માટે મારા માતા-પિતાએ લગ્ન કરાવ્યા હતા?
- હિમાંશુએ પ્રિયા પર 10 કરોડ રૂપિયા માંગવાનો લગાવેલો આરોપનું તેણે ખંડન કર્યું હતું.
- પ્રિયાએ કહ્યું કે, હિમાંશુ ભૂલી ગયા કે જ્યાં સુધી તેમણે મારી માતા પાસેથી 6 કરોડ રૂપિયાની જમીન અને મોંઘી ગાડી ન લીધી ત્યા સુધી તેઓ લગ્નની જાન લઈને આવવા પણ તૈયાર નહોતા. 4 જુલાઈ, 2014ના રોજ અમારા લગ્ન થયા બાદ હિમાંશુએ મારી માતા નીલમ સિંહ પાસેથી 9 જુલાઈ,2014ના રોજ 6 કરોડ રૂપિયાની જમીન તેમના નામે કરાવી લીધી હતી.
 
આ કારણે વિવાદમાં છે હિમાંશુ
 
- 2010ની બેચના આઈપીએસ હિમાંશુ કુમારે બિસરખ, નોઈડામાં પત્ની પ્રિયા સિંહ સામે ચાલી રહેલા કેસ સંબંધિત એફઆઈઆ નોંધાવી હતી. જેમાં તેણે ડીજીપી પર ભેદભાવનો આરોપ લગાવી ટ્વિટ કરીને કહ્યું, ડીજીપીએ મારી એફઆઈઆરનું યોગ્ય ઈન્વેસ્ટિગેશન કેમ ન કર્યું?
- શું ડીજીપી ઓફિસ ઓફિસરોને લોકોની જાતિના આધારે સજા આપવા ફોર્સ કરી રહ્યું છે?
- હિમાંશુએ આરોપ લગાવ્યો હતો કે હવે સીનિયર ઓફિસર યાદવ સરનેમવાળા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા કે તેમને રિઝર્વ લાઈન્સમાં ટ્રાન્સફર કરવામાં લાગી ગયા છે.
- હિમાંશુએ તેની ટ્વિટ્સમાં સીએમ યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા.
- જે બાદ હિમાંશુ પર કાર્યવાહી કરવામાં આવી. સરકારે પત્નીને ત્રાસ આપવાના મુદ્દે પણ સસ્પેન્ડ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, તસવીરો
અન્ય સમાચારો પણ છે...