UP: છેડતી કરનારા ‘મજનૂ’ પૂરાતા પાંજરે; બુરખાધારી પોલીસ અધિકારી શું કરતા?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ બીજેપીના વિઝન ડોક્યુમેન્ટ મુજબ યોજનાઓ લાગુ થાય તે માટે પહેલા દિવસથી જ પ્રયત્નશીલ બન્યા છે. આવો જ એક મહત્વપૂર્ણ નિર્ણય છે એન્ટિ-રોમિયો સ્કવૉડ. બીજેપી સરકાર કરતા છેડતી કરનારાઓ સામે વધુ સખ્તાઈથી સમાજવાદી પાર્ટી સરકારે કાર્યવાહી કરી હતી અને પકડાઈ જનારને જાહેરમાં જ પાંજરે પૂરવામાં આવતા હતા જેનું નામ રાખવામાં આવ્યું હતું ‘મજનૂ કા પિંજરા’. છેડતી કરનારાઓ સામે કાર્યવાહીનો ઈતિહાસ સિત્તેરના દાયકાથી શરૂ થયો છે જ્યારે એક સિનિયર પોલીસ અધિકારી બુરખો ધારણ કરીને મજનૂઓને રંગ હાથે પકડતા હતા.  
 
‘મજનૂ પિંજરું’ - છેડતી કરનારાઓને જાહેરમાં જ થતા કેદ
 
- મહિલાઓની છેડતી કરનારાઓ સામે પગલા લેવા એન્ટિ-રોમિયો સ્કવૉડની વાત બીજેપીએ ચૂંટણી પહેલા પોતાના મેનિફેસ્ટોમાં પણ કરી હતી.
- ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા રોમિયા સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનું મીડિયામાં ખૂબ કવરેજ પણ મળી રહ્યું છે.
- સાથોસાથ પોલીસની કાર્યપદ્ધતિ સામે ટીકાઓ પણ થઈ રહી છે પરંતુ કદાચ બહુ ઓછા લોકોને જાણકારી હશે કે ઉત્તર પ્રદેશમાં આ પહેલા પણ મહિલાઓની છેડતી કરતા લોકોને પકડવા માટે મજનૂ પિંજરાના નામથી પણ કાર્યવાહી થતી રહી છે.  
- સમય-સમયે પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા બખ્તરબંદ ગાડીઓને ‘મજનૂ પિંજરા’ તરીકે ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે.
- 2001ની વાત છે. અલાહાબાદ જિલ્લામાં મજનૂ પિંજરા ગાડીઓને ગર્લ્સ કોલેજની બહાર લગાવવામાં આવ્યા હતા.
- ત્યારે કિશોર વયના છોકરાઓને પરિવાર તરફથી ચેતવણી આપવામાં આવતી હતી કે જે વિસ્તારોમાં આ ગાડીઓ ઊભી હોય ત્યાં જતા નહીં.
 
સમાજવાદી સરકાર લાવી હતી ‘મજનૂ પિંજરું’
 
- મુઝફ્ફરનગર તોફાનો બાદ પણ એસપી સરકાર દ્વારા રાજ્યમાં મજનૂ પિંજરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મિશનમાં કોલેજ જનારી યુવતીઓનો છેડતી કરનારાઓને પોલીસ પકડતી હતી.  
- તે સમયે મેરઠના ડીએમ નિખિલ ચંદ શુક્લાએ પોલીસને આદેશ આપ્યો હતો કે તેઓ તે સ્થળોએ ખાસ કરીને ગર્લ્સ સ્કૂલ અને કોલેજની યાદી તૈયાર કરો જ્યાં છેડતીની ઘટનાઓ વારંવાર નોંધાય છે.
- આ સ્થળો પર ડ્યૂટી કરી રહેલા પોલીસકર્મીઓને મજનૂનું પિંજરું આપવામાં આવતું હતું.
 
કારકિર્દી ખરાબ ન થાય તે માટે યુવક સામે ન નોંધતા કેસ
 
- જેવો કોઈ વ્યક્તિ કોઈ છોકરી કે મહિલા સાથે તોછડાઈભર્યું વર્તન કરે તો તેને તાત્કાલિક તે પિંજરામાં બંધ કરીને લોકોની વચ્ચે રાખી દેવામાં આવતો હતો.
- આ ઉપરાંત પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પોલીસ એડમિનિસ્ટ્રેશન આ પ્રકારની કાર્યવાહી કરતું રહ્યું છે. જોકે, એવી છોકરાઓની વિરુદ્ધ
- કાયદાકિય કાર્યવાહી કરવા કે દંડ કરવાનું પોલીસ ટાળતી હતી કારણ કે એવામાં તે યુવકના કારકિર્દી પર મુશ્કેલી ઊભી થઈ શકે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, બુરખો ધારણ કરી છેડતી કરનારાઓને રંગે હાથ પકડતા હતા આગા મોઇનુદ્દીન શાહ... પર્ફ્યૂમ નહીં ગનપાવડરની મહેક ગમવી જોઈએ - આગા મોઇનુદ્દીન શાહ...
અન્ય સમાચારો પણ છે...