તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહ શુદ્ધિકરણ પછી યોગી કરશે CM આવાસમાં પ્રવેશ, 11 લીટર દૂધથી થશે રૂદ્રાભિષેક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનઉઃ મોદી ખુદ યુપી સરકારના કામકાજ પર નજર રાખશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીએ પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાને યુપી સરકાર પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. મિશ્રા બે દિવસથી લખનઉમાં જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર અને યુપી સરકાર વચ્ચે મધ્યસ્થીનું કામ કરશે. નૃપેન્દ્ર મિશ્રાએ રવિવારે યુપીના નવા સીએમ યોગી સાથે 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે રાજ્યમાં વિવિધ યોજનાએ લાગૂ કરવાને લઈને ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે આ યોજનાઓનો લાભ સીધો જ લોકોને મળે. યોગી અને મિશ્રા વચ્ચે આવી મિટિંગો ચાલુ જ રહેશે.
 
નૃપેન્દ્રએ અધિકારીઓ સાથે કરી મિટિંગ
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે યોગી સરકાર સ્થિર ન થઈ જાય ત્યાં સુધી મિશ્રા નવી સરકારના વહિવટ પર નજર રાખશે. સોમવારે તેમણે યોજના ભવનમાં અધિકારીઓ સાથે એક મિટિંગ પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુપીમાં બહુમત બાદ મોદી સરકાર વધારે સતર્ક થઈ ગઈ છે. સરકાર એવું નથી ઈચ્છતી કે યુપીમાં કોઈ એવું કામ થાય જેનાથી કેન્દ્ર સરકારનું નામ ખરાબ થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુપી માટેનો રોડ મેપ દિલ્હીમાં તૈયાર થશે અને યોગી સરકાર તેને લાગૂ કરશે.
 
કોણ છે નૃપેન્દ્ર મિશ્રા?
 
નૃપેન્દ્ર મિશ્ર યુપી કેડરના સીનિયર આઈએએસ છે. 2014માં પીએમ બન્યા બાદ મોદીએ તેમને પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા હતા.
 
યુપી: 15 દિવસમાં સરકારી અધિકારીઓ સંપત્તિની વિગતો જાહેર કરે- CM યોગી
 
યુપીના નવા સીએમ યોગી આદિત્યનાથે આજે લોકભવનમાં લખનઉ સ્ટેટ મિનિસ્ટ્રીના તમામ ડિપાર્ટમેન્ટ્સના  સિનિયર સરકારી અધિકારીઓની મીટિંગ યોજી હતી. આ મીટિંગમા સરકારી અધિકારીઓને બીજેપીના 'સંકલ્પ પત્ર' સાથે હાજર રહેવા જણાવ્યું હતું.  સીએમએ તમામ સરકારી અધિકારીઓને આગામી 15 દિવસમાં તેમની તમામ મુવેબલ અને ઇમમુવેબલ પ્રોપર્ટી તેમજ ઇન્કમ ટેક્સની વિગતો આપવા જણાવ્યું છે.
 
યુપીના નવા સીએમ અને ગોરક્ષપીઠના પીઠાધીશ્વર મહંત યોગી આદિત્યનાથ આજે લખનઉના 5 કાલિદાસ માર્ગ પર સીએમ આવાસમાં પહોંચ્યા. આ માટે યોગીના નવા આવાસ પર શુદ્ધિકરણ કરવામાં આવ્યું. ગોરક્ષપીઠની દેશી ગાયોના 11 લીટર દૂધથી ત્યાં રૂદ્રાભિષેક અને હવનપૂજા કરવામાં આવી. આ કામ માટે ગોરખપુર ગોરક્ષમઠથી પુરોહિત રામાનુજ ત્રિપાઠી અને પુરુષોત્તમ ચૌબેના નેતૃત્વમાં બાળ પુરોહિતોનું એક જૂથ રવિવારની રાતે લખનઉ આવવા રવાના થયું હતું. આ જ ટીમ સાથે ગાયનું 11 લીટર કાચું દૂધ પણ મોકલવામાં આવ્યું હતું.  
 
15 દિવસમાં સંપત્તિની વિગતો જણાવો
 
- સીએમએ આજે લોકભવનમાં સ્ટેટ મિનિસ્ટ્રીના તમામ ડિપાર્ટમેન્ટ્સના  સિનિયર સરકારી અધિકારીઓની મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય અને ડૉ. દિનેશ શર્મા પણ હાજર રહ્યા હતા. 
- સીએમ યોગી આદિત્યનાથે તમામ સરકારી અધિકારીઓને આગામી 15 દિવસમાં તેમની તમામ મુવેબલ અને ઇમમુવેબલ પ્રોપર્ટી તેમજ ઇન્કમ ટેક્સની વિગતો આપવા જણાવ્યું છે. 
- સરકારી અધિકારીઓને આ મીટિંગમાં 'સંકલ્પ પત્ર'  સાથે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. સીએમએ તેમને આ સંકલ્પ પત્ર સંપૂર્ણ રીતે વાંચવા અને તેનો અમલ કરવા માટે જણાવ્યુું હતું. 
 
હોમ સેક્રેટરી અને ચીફ સેક્રેટરીએ કરી સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત
 
હોમ સેક્રેટરી દેબાશીશ પાન્ડા અને ચીફ સેક્રેટરી રાહુલ ભટનાગરે સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી.
- યુપીના ડીજીપી જાવેદ એહમદે પણ સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો