નોટબંધીની અસરઃ UPમાં રૂપિયા માટે પુરુષે કરાવી નસબંધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. દેશમાં નોટબંધીનો આજે 19મો દિવસ છે. નોટબંધી બાદ દેશમાં રૂપિયાની અછત વચ્ચે લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા ન કરવાના કામ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના અલીગઢમાં રહેતા એક પુરુષે પોતાની જરૂરિયાતોને પૂરી કરવા નસબંધી કરાવી લીધી છે. યુપીમાં અચાનક જ નસબંધીની સંખ્યામાં વધારો થતા તંત્ર પણ જાગ્યું છે.
 
શું છે મામલો
 
- યુપીના અલીગઢમાં  રહેતા પૂરન શર્મા પાસે રૂપિયા નહોતા. તેથી તેણે નસબંધી કરાવવાનો નિર્ણય કર્યો.
- નસબંધી કરાવવા બદલ પુરુષોને 2,000 રૂપિયા મળે છે. તેથી પૂરને આ નિર્ણય લીધો.
 
શું કહેવું છે પૂરન શર્માનું
 
-દાડિયા મજૂર તરીકે કામ કરતાં પૂરન શર્માના કહેવા મુજબ મને એક આશા કર્મચારી પાસેથી ખબર પડી કે નસબંધી કરાવવા બદલ સરકાર દ્વારા રૂપિયા આપવામાં આવે છે.
- મારે ઘર ચલાવવા રૂપિયાની સખત જરૂર હતી. મારા ગામમાં પણ કોઈ પાસે રોકડ નથી કે તેમની પાસેથી ઉધાર લઈને કામ ચલાવી શકું.
- આશામાં કામ કરતી દીદીએ મને નસબંધીના બદલમાં મળતાં રૂપિયા અંગે જણાવ્યું અને મેં તથા મારી પત્નીએ અહીંયા આવવાનો નિર્ણય કર્યો.
-મારા પરિવારમાં વિકલાંગ પત્ની ઉપરાંત ત્રણ બાળકો પણ છે. પરિવારમાં હું એકમાત્ર કમાનારો વ્યક્તિ છું.
- છેલ્લાં ત્રણ સપ્તાહથી મને કામ મળી રહ્યું નથી. તેથી મેં આ નિર્ણય કર્યો.
 
પત્ની વિકલાંગ હોવાના કારણે મારી નસબંધી કરાવી
 
-પૂરને કહ્યું કે, હું અને મારી પત્ની ખૈર સ્થિત સરકારી હોસ્પિટલમાં ગયા.
- મારી પત્ની વિકલાંગ હોવાના કારણે ડોક્ટરોએ તેનું ઓપરેશન ન કર્યું. તેથી મેં નસબંધી કરાવી લીધી.
- મને લાગ્યું કે જે રૂપિયા મળશે તેનાથી થોડા દિવસો સુધી ગુજરાન તો ચાલશે. પરંતુ હજુ સુધી મને રૂપિયા નથી મળ્યાં.
 
નોટબંધીની જાહેરાત બાદ નસબંધીમાં ઉછાળો
 
- 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરવામાં આવ્યા બાદ યુપીના અલીગઢ, આગરામાં ચાલુ મહિને નસબંધી કરાવનારા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.
- અલીગઢમાં ગત વર્ષે નવેમ્બરમાં 92 લોકોએ નસબંધી કરાવી હતી, તેની સામે ચાલુ વર્ષે 176 લોકો નસબંધી કરાવી ચૂક્યા છે.
- આગરામાં પણ ગત વર્ષે નવેમ્બરમાં 450 લોકોએ નસબંધી કરાવી હતી, જેની સામે ચાલુ વર્ષે નવેમ્બરમાં અત્યાર સુધી 904 મહિલાઓ અને 9 પુરુષો નસબંધી કરાવી ચૂક્યા છે.
- સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ જાગ્રુતિ અભિયાનના કારણે નસબંધીના કેસમાં વધારો થયો છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, નસબંધી કરનાર ડોક્ટરે શું કહ્યું..
અન્ય સમાચારો પણ છે...