ANALYSIS: નોટબંધી બેઅસર, ઉત્તરપ્રદેશમાં BJPની જીતના આ છે 4 કારણો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: યુપીમાં 380 સીટોના પરિણામો જોઇએ તો યુપીમાં બીજેપી 270, સપા+કોંગ્રેસ 72, બસપા 25 સીટો પર આગળ ચાલી રહ્યા છે. આ પરિણામો દર્શાવી રહ્યાં છે કે યુપીમાં મોદી લહેર કાયમ છે. આ પહેલા પણ મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવશે તેવા અનુમાનો લગાવવામાં આવ્યા હતા. divyabhaskar.com ના એક્સપર્ટ પેનલમાં સામેલ સિનિયર જર્નાલિસ્ટ શ્રીધર અગ્નિહોત્રી અને યોગેશ શ્રીવાસ્તવ જણાવે છે કે બીજેપી કેમ અને કેવી રીતે આગળ નીકળી.
યુપીમાં બીજેપી બહુમત તરફ છે ત્યારે, divyabhaskar.com તમને બીજેપીના એ સંભવિત નામો વિશે જણાવે છે જે પાર્ટી તરફથી સીએમ પદના દાવેદાર હોઇ શકે છે. 
 
1) મોદીની રેલીઓ
 
- બીજેપી તરફથી કોઇ સીએમ ઉમેદવાર ન હતો. તેઓ મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યા હતા. મોદીએ યુપીમાં 20થી વધુ રેલીઓ કરી. પ્રચાર સંપૂર્ણ રીતે મોદી પર ફોકસ્ડ હતો. પાર્ટીએ તેમની વિકાસની ઇમેજનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. તેમના ભાષણોએ જનતાને બીજેપી પ્રત્યે આકર્ષિત કર્યા.
 
2) નોટબંધીની બેઅસર
 
- નોટબંધીનો પણ બીજેપીને ફાયદો મળ્યો છે. જોણકારોનું એમપણ માનવું છે ક વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર પાર્ટીએ યુવાનો પર સૌથી વધુ દાવ લગાવ્યો, જેનો ફાયદો તેમને મળ્યો.
 
3) ઓડિસા-મહારાષ્ટ્રના પરિણામોથી માહોલ બન્યો
 
- ઓડિસા પંચાયત ચૂંટણીઓમાં બીજેપીને પહેલીવાર મળેલી જીત અને મહારાષ્ટ્રના શહેરી મહાનગરપાલિકા ચૂંટણીમાં સફળતાની અસપ યુપીમાં થતી જોવા મળી.
 
4) ફાસ્ટ ફેક્ટર
 
- બીજેપીએ મુસ્લિમોને આકર્ષવા માટે સપા-કોંગ્રેસ ગઠબંધન કે બસપા જેવી સ્ટ્રેટેજીને બદલે શહેરી વિસ્તારો પર ફોકસ કર્યું. મોદીના વિકાસના એજન્ડાને પણ વટાવ્યો.
 
સપા-કોંગ્રેસ કેમ થઇ ગયા પાછળ?
 
1) ટિકિટોની વહેંચણી
 
- divyabhaskar.com ના એક્સપર્ટ સીનિયર જર્નાલિસ્ટ શ્રીધ અગ્નિહોત્રી અને યોગેશ શ્રીવાસ્તવનું માનીએ તો સપા-કોંગ્રેસના પાછળ રહી જવાનું કારણ અખિલેશ યાદવે પોતાની રીતે ટિકિટોની જે વહેંચણી કરી તે છે. તે ઉપરાંત કોંગ્રેસ સાથેના ગઠબંધનથી પણ સપાને નુકસાન થઇ રહ્યું છે.
 
2) સરકારના પછીના વર્ષોમાં અખિલેશે કરી ગરબડ
 
- તે ઉપરાંત અખિલેશના મંત્રીમંડળમાં પહેલા સંતુલન સ્થાપિત કરતા તમામ વર્ગના નેતાઓને મહત્વ આપવામાં આવ્યું, પરંતુ, ચૂંટણીનું વર્ષ આવતા-આવાતા યાદવ સિવાય અન્ય પછાત જાતિઓના નેતાઓને અખિલેશે કેબિનેટની બહાર કાઢી મુક્યા તો ક્યાંક અન્ય કારણસર નારાજગી વહોરી લીધી. તેમાં બેની પ્રસાદ વર્મા, અંબિકા ચૌધરી, નારદ રાય અને ઘણા મોટા નેતાઓ સામેલ હતા.
 
3) સપામાં વિવાદનો અસર: 50 થી વધુ સીટો પર નુકસાન
 
- 6 મહિના સુધી ચાલેલો મુલાયમ પરિવારનો ઝઘડો ચૂંટણી પહેલા શાંત થયો. તેનાથી અખિલેશની પર્સનલ ઇમેજ જરૂર મજબૂત થઇ પરંતુ આ દરમિયાન ઘણા દુશ્મન બન્યા.
- 50 થી વધુ સીટો પર પણ અંતરાઘાત થયો. આ તેમણે કર્યું, જેમને વગર કોઇ કારણે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અને આ ત્યારે થયું જ્યારે અખિલેશને સાયકલનું ચિહ્ન મળ્યું. જિલ્લાઓમાં કાર્યકારણી બદલવામાં આવી. તેનો અસર પરિણામો પર સ્પષ્ટ દેખાય છે.
 
બસપા કેમ રહી પાછળ?
 
- માયાવતીએ દલિત-મુસ્લિમ ગઠબંધન પર ભરોસો રાખ્યો. યુપીમાં આશરે 40 ટકા દલિત મતદાતાઓ છે, પરંતુ, 2014 થી બીજેપીએ બસપાની આ વોટબેન્ક પર હુમલો કર્યો છે.
- આ ઉપરાંત, માયાવતીએ 97 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી, જેનાથી અન્ય દલિત અને સવર્ણ વોટ્સ જતા રહ્યા. માયાવતી મુસ્લિમ ઉમેદવારો પર એટલી મહેરબાન રહી કે તેમણે મુખ્તાર અન્સારીને પાર્ટીમાં લઇ લીધા, પરંતુ બેની પ્રસાદ વર્માને ન લીધા. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, યુપીમાં સીએમ તરીકે બીજેપીમાંથી છે કયા પાંચ નામો દાવેદાર...
અન્ય સમાચારો પણ છે...