તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UP: 59 દિવસમાં 32 HIV+ કેસ, અધિકારી બોલ્યા- હજુ આ પહેલો રિપોર્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંભલ. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 59 દિવસ દરમિયાન 32 નવા એચઆઈવી પોઝિટિવ પેશન્ટ સામે આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં પેશન્ટની તપાસ દરમિયાન તેનો ખુલાસો થયો છે. ત્યારબાદથી પેશન્ટના પરિવારના સભ્યો પરેશાન છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી કહી રહ્યા છે કે હજુ આ પહેલો રિપોર્ટ છે. પેશન્ટને ફરી તપાસ માટે આઈસીટીસી સેન્ટર મુરાદાબાદ મોકલવામાં આવ્યો છે. બીજો રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે.  
 
પેશન્ટ્સમાં મોટાભાગની મહિલાઓ
 
- સંભલ જિલ્લા હોસ્પિટલની લેબ રિપોર્ટ મુજબ, 2017માં 3 જાન્યુઆરીથી 2 માર્ચ સુધી 32 લોકોના તપાસ રિપોર્ટ એચઅઆઈવી પોઝિટિવ આવ્યા છે. જેમાં મુશ્કેલીથી બે કે ત્રણ પુરુષ છે બાકીની મહિલાઓ છે. આ રિપોર્ટ બાદ પેશન્ટ્સની સાથે તેમના પરિવાર પણ ઘણા પરેશાન છે.
- આરોગય વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે, તપાસ માટે પેશન્ટ્સને આઈસીટીસી સેન્ટર મુરાદાબાદ મોકલવામાં આવ્યા છે.
 
શું કહે છે અધિકારી?
 
- સંભલ જિલ્લા હોસ્પિટલમાં તહેનાત સીએમએસ આફતાબ બેગે જણાવ્યું કે પહેલી તપાસમાં પોઝિટિવ રિપોર્ટ આવતા પશેન્ટ્સને મુરાદાબાદ આઈસીટીસી સેન્ટર પર તપાસ માટે મોકલવામાં આવે છે.
- પેશન્ટ્સને હોસ્પિટલમાં કાઉન્સિલિંગ દ્વારા ટિપ્સ આપવામાં આવી રહી છે. તેના ફેલાવવાનું કારણ ઈન્ફેક્ટેડ બ્લેડ, સિરિંજ અને અસુરક્ષિત સેક્સુઅલ રિલેશન છે.
- બીજી તરફ, હોસ્પિટલમાં તહેનાત લેબ ટેક્નિકિયન કે કે મૌર્યએ કહ્યું કે આ મામલો 3 જાન્યુઆરીથી 2 માર્ચ સુધીનો છે. મુરાદાબાદથી બીજો રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.  
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો