યુપી: 12માં ધોરણની વિદ્યાર્થીનીનું અપહરણ બાદ ગાડીમાં ગેંગરેપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર : પીડિતાનું રવિવારે લખનઉના ટ્રોમા સેન્ટરમાં મોત થયું)
લખનઉ: યુપીના બારાબંકી જિલ્લામાં એક 12માં ધોરણની વિદ્યાર્થીની સાથે ગાડીમાં 4 યુવકોએ બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આરોપિઓએ પીડિતાને મૃત માની હાઈવેના કિનારે ફેંકી દીધી હતી. વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં લખનઉના ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન રવિવારે તેમનું મૃત્યું થયું હતું. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા એક આરોપીની ધડપકડ કરી છે. જ્યારે ઘટનાને અંજામ આપવામાં વપરાયેલી બોલેરો ગાડીને જપ્ત કરી હોવાનું જણાવ્યું છે. જો કે ધડપકડ કરાયેલી આરોપી એક વિશેષ સમુદાયનો હોવાથી પીડિતાના વિસ્તારમાં સાંપ્રદાયિક તનાવ ફેલાઈ ગયો છે. જેના કારણે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

શું છે મામલો

સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર ફૈજાબાદ જિલ્લાના ખડાસા વિસ્તારમાં બોલેરોમાં સવાર ચાર યુવકોએ એક વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું હતું. ત્યારબાર બારાબંકી જિલ્લાના સફદરગંજની નજીક શનિવારે રાતે 11 વાગ્યાની નજીક ઢાબાના એક કર્મચારીએ હાઈવેની સાઈડમાં ઉભી રહેલી એક બોલેરો ગાડીમાં બેઠેલી છોકરીનો અવાજ સાંભળ્યો હતો. ગાડીમાં ચાર યુવકો સવાર હતા. કર્મચારીએ તાત્કાલિક ફોન કરીને આ મામલે પોલીસને જાણ કરી હતી. જો કે બોલેરોમાં સવાર યુવકો છોકરીને હાઈવેના કિનારે ફેંકીને નાસી છુટ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી પોલીસે છોકરીને અત્યંત ગંભીર રીતે ઘાયલ જોઈ તેને નજીકના દવાખાને સારવાર માટે દાખલ કરી. જોકે વિદ્યાર્થીની હાલત ગંભીર જણાતા તેમને લખનઉના કેજીએમયુના ટ્રોમાં સેન્ટરમાં ભરતી કરવામાં આવી. જ્યાં વિદ્યાર્થીનીનું રવિવારે સવારે મૃત્યુ નીપજ્યું હતું.

પીડિતાએ આપી બે આરોપીઓની માહિતી

વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું હતું કે તે ફૈજાબાદ જિલ્લાના ખંડાસાના અમાનીગંજ વિસ્તારમાં રહે છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર અમાનીગંજમાં મોબાઈલની દુકાન ધરાવતા શોએબ ઉર્ફે નદીમે તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળી તેનું અપહરણ કર્યું હતું. નદીમ રૂદૌલીના બારી વિસ્તારમાં રહે છે.