40% સુધી થઇ શકે છે ટેક્સ, દર મહિને ભરવું પડશે રિટર્ન, GST ને આ રીતે સમજીએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: જીએસટી સાથે જોડાયેલા 4 બિલોને લોકસભાએ બુધવારે મંજૂરી આપી દીધી. હવે આ 1 જૂલાઇથી લાગુ થશે એમ માનવામાં આવે છે. ફાઇનાન્સ સેક્રેટરી અશોક લવાસાએ એસોચેમના કાર્યક્રમમાં કહી પણ દીધું કે ઇન્ડસ્ટ્રીએ 1 જૂલાઇના હિસાબે તૈયારી કરી લેવી જોઇએ. જોકે, સરકારે બિલમાં પ્રોવિઝન્સને અલગ-અલગ તારીઓ પર લાગુ કરવાની વાત કરી છે. નવા બિલમાં કેન્દ્ર અને રાજ્ય મળીને મહત્તમ 40% સુધી ટેક્સ લગાવી શકે છે. રિટર્ન ત્રણ મહિનાને બદલે દર મહિને ભરવું પડશે. સાથે જ કરચોરી અને ખોટા રિફંડ જેવા મામલાઓમાં દોષી હોવા પર 5 વર્ષ સુધીની જેલ અને દંડ થઇ શકે છે. બિલમાં ટેક્સ ઑફિસરો પર પણ અંકુશ લગાવવામાં આવ્યો છે. કાઉન્સીલે વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વેપારીઓને જીએસટીમાંથી બહાર રાખ્યા છે. જીએસટી સાથે જોડાયેલી ઘણી વાતો નિયમો નક્કી થવા પર સ્પષ્ટ થઇ જશે. આ માટે 31 માર્ચે કાઉન્સીલની મીટિંગ થશે.
 
હાલમાં 1 જૂલાઇથી એક દેશ એક ટેક્સ, કોઇ દુકાનદારે વગર બિલે સામાન આપ્યો તો થશે દંડ
                                                                                                                                           
#ટેક્સ ભરનારા અને ટેક્સ વસૂલનારાઓ
40% સુધી ટેક્સ સંભવ:
 
- કેન્દ્રને કોઇપણ વસ્તુ કે સેવા પર મહત્તમ 20% ટેક્સ લેવાનો અધિકાર હશે. રાજ્ય પણ કેન્દ્ર જેટલો ટેક્સ વસૂલશે. એટલેકે બંને મળીને કોઇપણ વસ્તુ કે સેવા પર 40% સુધીનો ટેક્સ નક્કી કરી શકે છે.
અત્યારે આ થાય છે: કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટાભાગે અલગ-અલગ વસૂલે છે. કેટલાક કેન્દ્રીય ટેક્સમાંથી રાજ્યોને પણ હિસ્સો મળે છે.
 
દારૂ બહાર, પણ પેટ્રોલ-ડીઝલ સામેલ:
 
- દારૂ જીએસટીમાંથી બહાર છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય અત્યારે  હાલની વ્યવસ્થા હેઠળ જ ટેક્સ વસૂલશે. કાઉન્સીલની સહમતિ પછી તેના પર જીએસટી લાગશે.
 
ઇ-કોમર્સ પણ જીએસટીના ક્ષેત્રમાં:
 
- સરકારને ઇ-કોમર્સ કંપનીઓની સેવાઓ પર ટેક્સ લગાવવાનો અધિકાર હશે. જો કંપનીની ઑફિસ નથી તો તેના પ્રતિનિધિ ટેક્સ ચૂકવશે. પ્રતિનિધિ નથી તો કંપનીએ તેને નિયુક્ત કરવો પડશે.
અત્યારે આ થાય છે: એ સ્પષ્ટ નથી કે ટેક્સ સપ્લાયની જગ્યાએ લગાવવો કે ડિલીવરીની જગ્યાએ. રાજ્યો તેમના હિસાબથી ટેક્સ લગાવે છે.
 
નાના વેપારીઓ:
 
- વાર્ષિક 50 લાખ ટર્નઓવર ધરાવતા મેન્યુફેક્ચરર ટર્નઓવરના 1% અને સપ્લાયર 2.5% ટેક્સ આપી શકે છે. જો વધારે ટર્નઓવર વાળી વ્યક્તિ આ નિયમ હેઠળ ટેક્સ ભરે છે તો તેના પર પેનલ્ટી લાગશે.
અત્યારે આ થાય છે: મેન્યુફેક્ચરર માટે કમ્પોઝિશન સ્કીમ નથી.
 
કર્મચારીને 50 હજાર રૂપિયાથી વધુની ગિફ્ટ આપી તો તેના પર પણ ટેક્સ લાગશે
 
- નિયોક્તા (એમ્પ્લોયર) કર્મચારીને વર્ષમાં 50 હજાર રૂપિયા સુધીની વસ્તુ કે સેવા ગિફ્ટ કરે છે તો તેને ‘સપ્લાય’ નહી માનવામાં આવે. તેના પર ટેક્સ નહી લાગે. જો તેની કિંમત 50 હજારથી વધારે થઇ તો ટેક્સ લાગશે. ફ્રી લંચ, કાર ડ્રોપ, કર્મચારીના બાળકોને સ્કોલરશિપ જેવી સુવિધાઓ તેમાં સામેલ થઇ શકે છે.
 
જીએસટીમાં સામેલ થશે આ ટેક્સ
 
- કેન્દ્રીય ટેક્સ: એક્સાઇઝ ડ્યૂટી, એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી. સર્વિસ ટેર્સ, એડિશનલ કસ્ટમ ડ્યૂટી, સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યૂટી.
- રાજ્યોના ટેક્સ: વેટ, ઑક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, પરચેઝ ટેક્સ, લક્ઝરી ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ
 
#ટેક્સ ભરવા અને રિફંડની પ્રોસેસ
 
- સપ્લાય વખતે ચૂકવવો પડશે:  જીએસટી વસ્તુ કે સેવાના સપ્લાય સમયે ચૂકવવો પડશે. સપ્લાય કે ચૂકવણીની તારીખમાંથી જે પહેલા હશે, તેને માનવામાં આવશે. વેલ્યુમાં ટેક્સ, ડ્યૂટી, સેસ, ફીઝ, કમિશન, વ્યાજ કે લેટ ફી અને સબસિડી પણ સામેલ થશે.
 
ટેક્સ રેટમાં ફેરફાર
 
- બિલ લાગુ થયા પછી ટેક્સ રેટ બદલાયો અને પૈસા રેટ બદલાયા પછી મળ્યા તો જૂનો રેટ લાગશે. પૈસા રેટ બદલાયા પહેલા મળી ગયા અને ઇનવોઇસ પછી ઇસ્યુ થયુ તો નવો ટેક્સ રેટ લાગશે.
 
બિઝનેસ વેચવા પર ક્રેડિટ પણ ટ્રાન્સફર
 
- એક ઇનવોઇસની વસ્તુઓ હપ્તામાં મળે છે તો તે છેલ્લો હપ્તો મળ્યા પછી ક્રેડિટનો દાવો કરી શકે છે. ઇનવોઇસ ઇસ્યુ થયાના 1 વર્ષ પછી ક્રેડિટનો દાવો નહી થઇ શકે. બિઝનેસ વેચવા કે ખતમ થવા પર ક્રેડિટ ટ્રાન્સફર થશે.
 
અત્યારે આ થાય છે: દાવો કરવા માટે સમય નિર્ધારિત નથી. જોકે એક વર્ષનો સમય પણ આ કામ માટે ઘણો વધારે છે.
 
દરેક મહિનાની 10 તારીખ સુધીમાં રિટર્ન ફાઇલિંગ
 
- દરેક મહિનાના વેચાણ પછી આગલા મહિનાની 10 તારીખ સુધીમાં સપ્લાયરે ઇલેક્ટ્રોનિક રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. નક્કી કરેલા સમયની અંદર તેનું સંશોધન કરી શકાશે. વાર્ષિક રિટર્ન વર્ષ ખતમ થયા પછી 31 ડિસેમ્બર સુધી જમા કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કેન્સલ થયું તો કેન્સલ થયાના 3 મહિનામાં ફાઇનલ રિટર્ન આપવું પડશે. નક્કી કરેલી તારીખ સુધીમાં રિટર્ન નહી ભરવા પર રોજના 100 રૂ. થી મહત્તમ રૂ. 5000 સુધીનો દંડ થશે.
 
અત્યારે આ થાય છે: દર ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરવું પડે છે. સપ્લાય અને પ્રાપ્ત કરનાર વચ્ચેના મેચ માટે પણ કોઇ વ્યવસ્થા નથી.
 
રિફંડ માટે 2 વર્ષમાં આવેદન:
 
- રિફંડ માટે બે વર્ષની અંદર આવેદન કરવામાં આવી શકે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ ન થયો તો તેનું રિફંડ પણ ક્લેઇમ કરી શકાય છે. રિફંડની રકમ બે લાખ રૂપિયાથી ઓછી હોય તો બાકી રકમ માટે દસ્તાવેજી પુરાવાઓ આપવાની જરૂર નહી પડે. આવેદનના 60 દિવસમાં રિફંડ ન મળે તો વ્યક્તિ રિફંડની રકમ સાથે મહત્તમ 6% વ્યાજનો હકદાર રહેશે. કોઇ ટ્રિબ્યુનલ કે કોર્ટના આદેશથી રિફંડ મળવાપાત્ર હોય તો મહત્મ 9% વ્યાજનો દાવો કરી શકાશે.
 
અત્યારે આ થાય છે: વેટ રિફંડ માટે આવેદનની મર્યાદા એક વર્ષ છે. વેરિફિકેશન પણ થાય છે. એટલે નવી વ્યવસ્થા વધુ સારી છે.
 
#ટેક્સ ન આપવા પર એટલે કોઇએ ગરબડ કરી તો સજા પહેલેથી કડક
 
સર્ચ અને સીઝર:
 
- જો કોઇ વેપારીએ લેણદેણની જાણકારી છુપાવી અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ વધુ ક્લેઇમ કરી તો જોઇન્ટ કમિશ્નરનો ઉપરી અધિકારી તપાસનો આદેશ આપી શકે છે. ધરપકડનો આદેશ ઓછામાં ઓછો કમિશ્નર સ્તરનો અધિકારી જ આપી શકે છે.
 
અત્યારે આ થાય છે: આમ જ છે. એક્સાઇઝમાં એડજ્યુડિકેશન આસિસ્ટન્ટ કમિશ્નર, વેટમાં આસિસ્ટન્ટ સેલ્સ ટેક્સ ઑફિસરથી શરૂ થાય છે.
 
અપરાધ અને સજા
 
- ઇનવોઇસ વગર વસ્તુ કે સેવાનો સપ્લાય, ખોટાં ઇનવોઇસ, ટેક્સ લઇને 3 મહિનામાં જમા નહી કરવો, ખોટી રીતે ટેક્સ ક્રેડિટ કે રિફંડ લેવું, ખાતામાં હેરા-ફેરી, ટર્નઓવર ઓછું બતાવવું વગેરે અપરાધ થશે. તેના પર ઓછામાં ઓછો રૂ. 10,000 નો દંડ. અપરાધમાં મદદ કરનારને રૂ.25,000 સુધીનો દંડ. રિટર્ન સાથે સંબંધિત જાણકારી નક્કી કરેલી સમયમર્યાદામાં ન આપવા પર રૂ.5000 સુધી દંડ લાગશે. ખોટી જાણકારી આપવા પર રૂ.25,000 સુધી દંડ લાગી શકે છે.
 
અત્યારે આ થાય છે: 300% સુધી પેનલ્ટી છે. નવા નિયમોમાં મહત્તમ પેનલ્ટી કેટલી હશે કે નક્કી કરવાનું બાકી છે.
 
જેલ સુધીની સજા
 
- કરચોરી, ખોટી ટેક્સ ક્રેડિટ અથવા ખોટાં રિફંડની રકમ રૂ.5 કરોડથી વધુ હોય તો 5 વર્ષ સુધીની જેલ અને દંડ થઇ શકે છે. આ રકમ 2 થી 5 કરોડ રૂપિયાની વચ્ચે છે તો 3 વર્ષ જેલ અને દંડ થશે. રકમ 1 થી 2 કરોડની વચ્ચે છે તો 1 વર્ષ જેલ અને દંડ થશે.
- બે કે તેથી વધુ વખત ભૂલ કરવા માટે પકડાવા પર 85 વર્ષ સુધી જેલ અને દંડ થશે. ભૂલ કંપનીની હોય તો કંપની સાથે તના વડાને પણ દોષી માનવામાં આવશે અને સજા થશે. તેમાં કંપનીના ડાયરેક્ટરોનો પણ સમાવેશ કરવામાં આવશે. ટ્રસ્ટના કેસમાં મેનેજિંગ ટ્રસ્ટી અને/અથવા એલએલપીના પાર્ટનર જવાબદાર રહેશે.
 
અત્યારે આ થાય છે: વેટ નિયમમાં જેલની સજાની જોગવાઇ નથી. ડાયરેક્ટર અથવા કંપનીના વડાને સજાનો નિયમ અત્યારે પણ છે.
 
ફક્ત બિઝનેસવાળા હિસ્સા પર જ મળશે ક્રેડિટ
 
1.વસ્તુઓ/સેવાઓના કેટલાક હિસ્સાનો ઉપયોગ બિઝનેસમાં અને બાકી બીજા કામોમાં થયો, તો ફક્ત બિઝનેસવાળા હિસ્સા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. એટલે ઑફિસની ગાડીનો ઘર માટે ઉપયોગ થાય તો કંપની તેની ટેક્સ ક્રેડિટ ન લઇ શકે.  
2. દરેક રજિસ્ટર્ડ વ્યક્તિએ ટેક્સનું સેલ્ફ અસેસમેન્ટ અને રિટર્ન ફાઇલ કરવું પડશે. ટેક્સ રેટના આકલન માટે અધિકારીને આગ્રહ કરી શકે છે. અધિકારીને 90 દિવસોમાં તેને જવાબ આપવો પડશે. ત્યાં સુધી પ્રોવિઝનલ ટેક્સ ભરવો પડશે.
3. ખોટાં રિટર્ન મળવા પર અધિકારી સંબંધિત વ્યક્તિને જાણકારી આપશે. તેને 30 દિવસમાં સુધારવું પડશે. નહી તો કાર્યવાહી થઇ શકે છે. નોટિસ પછી પણ રિટર્ન ફાઇલ ન થવા પર ટેક્સ અધિકારી અસેસમેન્ટ ઑર્ડર જાહેર કરી શકે છે.
4. મદદની વ્યવસ્થા હજુપણ છે. પરંતુ, કોઇ વેપારી ડરથી ન જાય કે એક મામલો પૂછવા ગયા ને બીજામાં ફસાઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...