ઉત્તરાખંડ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા આઈટીબીના જવાનની સન્માન સાથે અંતિમવિધી યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં શહીદ થયેલા ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના કોન્સ્ટેબલ સર્વેશની આજે યુપીના વતનમાં સંપૂર્ણ સન્માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. તેનો દેહ આજે તેના મૂળ વતન હૈબતપુરા ગરૌઠા ગામે લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પ્રદીપ જૈન આદિત્ય અને રાજ્ના મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહની ઉપસ્થિતમાં શહીદ જવાનની સંપૂર્ણ સન્માન સાથે અંતિમવિધી યોજાઈ હતી.

રાજ્ય મંત્રીએ તેના પરિવારજનોને 20 લાખનો ચેક તેમજ સરકાર તરફથી મળેલી જમીનના દસ્તાવેજ સુપ્રત કર્યા હતા. સ્થાનિક સાંસદ દીપ નારાયણે જાહેરાત કરતાં કહ્યું હતું કે ગામમાં ઈન્ટર કોલેજ શરૂ કરાશે જેનું નામકરણ શહીદ જવાન સર્વેશના નામ પરથી કરાશે.