તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજ્જ્વલાની અસરઃ ગુજરાત સહિત દેશમાં 6 હજારથી વધારે ગેસ એજન્સી ખૂલશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીધર્મેન્દ્ર પ્રધાનને ઉજ્જ્વલા યોજનાની સફળતાનું ઈનામ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપીને કર્યું છે. બીજી તરફ, પેટ્રોલિયમ મંત્રાલયે પણ દેશભરમાં 6 હજારથી વધુ નવી ગેસ એજન્સી ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમાંથી અંદાજે 99 ટકા એજન્સી ગ્રામીણ વિસ્તારોમાં હશે. તમામ એજન્સી આગામી આઠ મહિનામાં કામ કરવા લાગશે.
 
આ રાજ્યમાં ખૂલશે સૌથી વધુ એજન્સી
 
સૌથી વધારે 1028 એજન્સી ઉત્તરપ્રદેશમાં ખૂલશે. ભાજપ સરકારે માટે મહત્વપૂર્ણ રહેનારાં ચૂંટણીનાં રાજ્યો ઓડિશામાં 400 અને પશ્ચિમ બંગાળમાં 631 એજન્સી ખોલાશે.
 
ઓડિશામાં બીજેપીના સીએમ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને કરાઈ રહ્યા છે પ્રોજેક્ટ
 
ઓડિશામાં ભાજપ વતી મુખ્યમંત્રી પદ માટે અઘોષિત ઉમેદવાર તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે નવી 400 એજન્સીના સહારે તેમણે રાજ્યના દરેક ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય સાધવામાં મદદ મળશે. પશ્ચિમ બંગાળમાં ભાજપનું લક્ષ્ય મમતા બેનરજીને હટાવવાનું છે.
 
ચૂંટણીલાભઃ ગુજરાત, બિહાર, મહારાષ્ટ્રમાં પણ ખૂલશે
 
બિહારમાં નવી 986 ગેસ એજન્સી ખોલવાની યોજના છે. ઝારખંડમાં 312, ગુજરાતમાં 319, મહારાષ્ટ્રમાં 452, રાજસ્થાનમાં 334 અને આસામમાં 161 એજન્સી ખોલવાનો પ્રસ્તાવ છે. કર્ણાટકમાં 235 એલપીજી વિતરક એજન્સી નિયુક્ત કરવાની યોજના છે.
અન્ય સમાચારો પણ છે...