ઉજ્જૈન ટ્રેન વિસ્ફોટ કરનારા ISના મોડ્યુલના નિશાન પર મોદીની રેલી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઉજ્જૈન ટ્રેન વિસ્ફોટમાં સામેલ આઈએસથી પ્રભાવિત આતંકી મોડ્યુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં વિસ્ફોટનું કાવતરું ઘડ્યું હતું. મોદીની ગત વર્ષે દશેરાએ લખનઉમાં યોજાયેલી રેલી આતંકીઓના નિશાન પર હતી. જોકે તેનું કાવતરું નિષ્ફળ રહ્યું હતું. આ દાવો એનઆઈએ દ્વારા તેમના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર મોહમ્મદ દાનિશ અને આતિફ મુઝ્ઝફરે લખનઉમાં રામલીલા મેદાનમાં બોમ્બ મૂકવાની યોજના ઘડી હતી. બંને હાલમાં એનઆઈએની કસ્ટડીમાં છે. દાનિશે ઘણી જગ્યાએ બોમ્બ મૂકવાના નિષ્ફળ પ્રયાસો કબૂલ્યા છે. પોતાને મોડ્યુલનો ચીફ ગણાવતો આતિફ મુઝ્ઝફર સ્ટીલની પાઈપ અને બલ્બની મદદથી બોમ્બ બનાવતો હતો. 7 માર્ચે ઉજ્જૈન નજીક રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરવા મામલે એનઆઈએ દ્વારા ઝડપી લેવાયેલા છ આરોપીમાં આતિફ પણ છે.
 
એરફોર્સનું સ્ટિકર લગાવી બાઈક પર લખનઉમાં આવ્યા હતા

આતિફે લોખંડના છરા એક સાઈકલની દુકાનેથી ખરીદયા હતા. દાનિશે જણાવ્યા અનુસાર ફટાકડાનો જૂનો સામાન કાનપુરથી ખરીદયો હતો. આતિફે બોમ્બ બનાવી વાયુદળના નિવૃત્ત કર્મચારી જી.એમ. ખાનને આપ્યા હતા. તે એરફોર્સના સ્ટિકરવાળી બાઈક પર તેને લખનઉ લઈ ગયા હતા. 11 ઓક્ટોબરે બંને લખનઉ પહોંચ્યા અને ત્યાંથી સિમકાર્ડ ખરીદીને ફોન કર્યો. દશેરાની આગલી રાતે બંનેએ  રેલીની જગ્યાએ કચરાના ડબામાં બોમ્બ મુકીને ટાઈમર લગાવ્યું હતું. રેલીના બે દિવસ પછી આતિફે જોયું તો બોમ્બમાંથી કેટલાક તાર ગાયબ હોવાથી વિસ્ફોટ નહોતો થયો.
 
અન્ય સમાચારો પણ છે...