તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Two People, Two thirds Of The Country's Wheat And Rice Will Be Three Rupees Per Kg

દેશના બે તૃત્યાંશ લોકોને ઘઉં બે અને ચોખા ત્રણ રૂપિયા કિલો મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેન્દ્રીય કેબિનેટે ખાદ્ય સુરક્ષા બિલના અમલીકરણ સંબંધિત વટહુકમને મંજુરી આપી, વટહુકમ ગુરુવારે રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરાશે

સરકારે દેશની બે તૃત્યાંશ વસ્તીને બે રૂપિયા કિલો ઘઉં, ત્રણ રૂપિયા કિલો ચોખા અને એક રૂપિયા કિલો કઠોળ આપવાનો વટહુકમ જારી કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે ખાદ્ય સુરક્ષા બિલના અમલીકરણ સંબંધિત વટહુકમને બુધવારે મંજુરી આપી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તાક્ષર થયા પછી આ વટહુકમ અમલી બનીશે. યોજના અમલી બન્યા પછી લોકોને દર મહિને ભારે સબસિડીના ભાવે પાંચ કિલો અનાજ મળશે.

અધિકારીઓએ જણાવ્યું કે, હસ્તાક્ષર કરવા માટે આ વટહુકમ ગુરુવારે રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવામાં આવશે. વટહુકમ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઇ ગયા પછી નિયમો ઘડવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવનારાઓની રાજ્ય સરકારો દ્વારા યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ ઓગસ્ટથી આ કાર્યક્રમ અમલી બની જશે અને લોકોને ઘઉં બે રૂપિયામાં એક કિલો અને ચોખા ત્રણ રૂપિયા કિલો અને કઠોળ એક રૂપિયા કિલોના ભાવે મળશે.

સત્તાવાળાઓએ એવું પણ જણાવ્યું કે, સમગ્ર દેશમાં આ યોજના લાગુ કરવા માટે ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે. આ યોજના અમલી બનવાની સાથે પોતાની મોટા ભાગની વસ્તીને અનાજની ગેરન્ટી આપતા વિશ્વના પસંદગીના દેશોના લીગમાં ભારત પણ સામેલ થઇ જશે. રૂપિયા ૧૨,૫૦૦ કરોડના સરકારી સમર્થનની સાથે ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ વિશ્વનો આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. વટહુકમ જારી કર્યા પછી પણ ખાદ્ય સુરક્ષા બિલને સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે.

- ૨.૪૩ કરોડ સૌથી ગરીબ પરિવારોને મહિને ૩૫ કિલો અનાજ મળશે

જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) હેઠળની અંત્યોદય અન્ન યોજના (એએવાય) હેઠળ આવરી લેવામાં આવેલા દેશના સૌથી વધુ ગરીબ આશરે ૨.૪૩ કરોડ પરિવારોને દર મહિને પરિવાર દીઠ ૩૫ કિલો અનાજ મળશે.