ઈશરત એન્કાઉન્ટર: ગાયબ પેપર્સની તપાસ કરતા ઓફિસરે સાક્ષીઓને ગોખાવ્યા નિવેદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: 12 વર્ષ પહેલાં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસના ગુમ થયેલા પેપર્સમાં એક નવો વળાંક આવ્યો છે. તપાસ કરી રહેલી એક ટીમના ઓફિસરે એક સાક્ષીને ફોન કરીને જણાવ્યું કે, તે પેપર્સ વિશે જ્યારે સવાલ કરવામાં આવે ત્યારે તેણે શું જવાબ આપવો. આ ઘટના સામે આવ્યા પછી હવે એન્કાઉન્ટર કેસની તપાસ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. શું છે ઘટના....
- 15 જૂન 2004ના રોજ થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસના અમુક પેપર્સ ગુમ થઈ ગયા છે. ગુમ થયેલા પેપર્સની તપાસ માટે હોમ મિનિસ્ટ્રીએ એક કમિટી બનાવી છે.
- આ ટીમને એડિશનલ સેક્રેટરી બીકે. પ્રસાદ લીડ કરી રહ્યા છે. પ્રસાદને અશોક કુમારનું નિવેદન લેવાનું છે. અશોક હોમ મિનિસ્ટ્રીમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.
- થોડા દિવસ પહેલાં મીડિયાના એક રિપોર્ટરે અન્ય કોઈ માહિતી માટે પ્રસાદને ફોન કર્યો હતો. ત્યારે પ્રસાદે થોડા સમય માટે ફોન હોલ્ડ પર રાખીને અન્ય ફોન પર ઈશરત જહાં કેસના ગાયબ થયેલા પેપર્સ મામલે અશોક કુમાર સાથે વાત કરી હતી.
- આ ઘટના અંદાજે 25 એપ્રિલના રોજ બપોરની 3.45 વાગ્યાની છે. તેનું રેકોર્ડિંગ પણ તે મીડિયા કંપની પાસે છે.
- નોંધનીય છે કે, 1 માર્ચ 2011થી 23 ડિસેમ્બર 2011 સુધી કુમાર હોમ મિનિસ્ટ્રીના ઈન્ટરનલ સિક્યુર્ટી ડિવિઝનના ડિરેક્ટર હતા. આ જ તે વિભાગ હતો જે તે દરમિયાન ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહ્યો હતો.
- આ દરમિયાન યુપીએ સરકારે કોર્ટમાં તેમની એફિડેવીટ બદલી દીધી હતી અને આ મુદ્દે તે સમયના હોમ મિનિસ્ટર પી. ચિદમ્બરમ સામે સવાલો ઊભા થયા હતા.
અશોકે પ્રસાદને શું કહ્યું?

- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અશોકે પ્રસાદને સ્પષ્ટ કહી દીધું હતું કે, તેમને કયા સવાલ કરવામાં આવશે અને તેના તેમણે કયા જવાબ આપવાના છે. બીજા શબ્દોમાં કહીએ તો સાક્ષી સાથે નિવેદન ફિક્સ કરી દેવામાં આવ્યું હતું.
- અશોકે પ્રસાદને કહ્યું કે તેઓ દરેક ઓફિસર્સને એક જ સવાલ પુછવાના છે. સવાલ હશે- તમે આ પેપર્સ જોયા છે? તમારે જવાબ આપવાનો છે કે, મે તે પેપર્સ નથી જોયા.
- અશોકે પ્રસાદને કહ્યું કે, આગળ તમારે એવુ કહેવાનું છે કે, આ તો એ ફાઈલ છે જેની સાથે મે જીંદગીમાં ક્યારેય ડિલ જ નથી કરી. આ ફાઈલને જોવાનો કદી મોકો જ નથી મળ્યો.
- આટલુ જ નહીં અશોકે તેમને એવુ પણ કહ્યું કે, જો તેઓ આ સિવાય કોઈ જવાબ આપશે તો શંકા ઊભી થશે કે પેપર્સ ગુમ કરવામાં તેમનો પણ કોઈ રોલ છે.
- અશોકે પ્રસાદને એવુ પણ કહ્યું કે, જો તમને કોઈ એવુ પૂછે કે શું તમને આ ડોક્યુમેન્ટ સંભાળવાની જવાબદારી આપી હતી? તો તમારે જવાબ આપવાનો છે કે ના મને આ ડોક્યુમેન્ટ્સ કોઈએ નહોતા આપ્યા.
તપાસ પર નિશાન

- આ ખુલાસા પછી સવાલ ઊભા થયા છે કે, આ ટીમના લીડર જ સાક્ષીઓને જવાબ શીખવાડી રહ્યા છે તો ગાયબ થયેલા પેપર્સ અને દોષિતોને કેવી રીતે પકડવામાં આવશે.
- હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે 10 માર્ચે લોકસભામાં કહ્યું હતું કે, એનડીએ સરકાર તે પરિસ્થિતિનો અંદાજ મેળવશે જેના કારણે ઈશરત જહાં કેસના મહત્વના પેપર્સ ગુમ થઈ ગયા.
- તાજેતરના ખુલાસાથી પણ તપાસ પર સવાલ ઊભા થઈ શકે છે. પ્રસાદે રિપોર્ટ હોમ મિનિસ્ટ્રીને સોંપી દીધો છે.
કોણ છે પ્રસાદ?
- બી કે પ્રસાદ 1983 બેચના તમિલનાડુ કડારના આઈપીએસ ઓફિસર છે. પ્રસાદ જ તે ઓફિસર છે જે અમુક ખાસ એનજીઓને મળતા વિદેશ ફંડની તપાસ કરે છે.
- મહત્વની વાત એ પણ છે કે, તેઓ 31 મેના રોજ નિવૃત થવાના હતા પરંતુ તેમના બે મહિનાનું એક્સટેન્શન વધારી દેવામાં આવ્યું છે. હવે તેઓ 31 જુલાઈના રોજ નિવૃત થશે.
અન્ય સમાચારો પણ છે...