તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાતા બ્રિગેડ તૃપ્તીની શરત- 'બિગ બોસનો શો મહિલાના અવાજમાં થશે તો જ ભાગ લઈશ'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુણે: ભૂમાતા બ્રિગેડની લીડર તૃપ્તી દેસાઈને પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસની 10મી સિઝન માટે આમંત્રણ મળ્યું છે. પરંતુ તૃપ્તીએ આ શોમાં સામેલ થવા માટે અમુક શરતો મૂકી છે. તેમાંની એક શરત એવી છે કે, જો બિગ બોસમાં પુરુષની જગ્યાએ મહિલાનો વોઈસ હશે તો તે આ શોમાં સામેલ થવા તૈયાર છે. તે ઉપરાંત તે આ શોમાં મહિલા વિષયક મુદ્દા ઉઠાવશે તેવી પણ શરત રાખવામાં આવી છે. આ શો માટે રાહુલ રાજ, રાધે મા, કબીર બેદી અને શાઈની આહુજાને પણ ઓફર કરવામાં આવી છે.
બિગ બોસની ટીમ ક્યારે મળી

- ભૂમાતા બ્રિગેડના પ્રેસિડન્ટ તૃપ્તી દેસાઈએ જણાવ્યું કે, 19 ઓગસ્ટના રોજ બિગ બોસની એક ટીમે તેમની મુલાકાત કરી હતી.
- તેમણે મને આખું ફોર્મેટ સમજાવ્યું અને મને શોમાં સામેલ થવાની ઓફર કરી હતી.
- આ દરમિયાન જ તૃપ્તીએ બિગ બોસનો અવાજ ફિમેલ વર્ઝનમાં રાખવાની શરત મુકી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ શોમાં મહિલાઓના મુદ્દાને ઉઠાવશે. તેમને તેમની રીતે શોમાં - મહિલાઓને લગતા મુદ્દાઓ મુકવા માટેનો સમય આપવામાં આવશે.
- જોકે, હાલ બિગ બોસની ટીમે તૃપ્તી દેસાઈની આ શરતો વિશેનો કોઈ જવાબ આપ્યો નથી.
કોણ છે તૃપ્તી દેસાઈ

- પુણેમાં રહેતા તૃપ્તી દેસાઈ છેલ્લા કેટલાય વર્ષોથી મહિલાઓના હિત માટે કામ કરે છે.
- આ માટે તેમણે ભૂમાત બ્રિગેડ નામની એક સંસ્થા પણ ચાલુ કરી છે. આ સંસ્થામાં 5,000 કરતા વધારે મહિલાઓ જોડાયેલી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આ સંગઠનની કુલ 21 બ્રાન્ચ છે.
- તૃપ્તીએ મુંબઈની એસએનડીટી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
બદલી 400 વર્ષ જૂની પરંપરા

- શનિ શિંગણાપુર મંદિરમાં 400 વર્ષથી કોઈ પણ મહિલાને શનિ દેવના ચબુતરા પર તેલ ચડાવીને પૂજા કરવાની મંજૂરી નહોતી.
- 29 નવેમ્બર 2015ના રોજ એક મહિલાએ શનિદેવના ચબુતરા પર જઈને પૂજા કરી અને તેલ ચડાવ્યું હતું. ત્યારપછી મંદિરનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું. તે વાતથી પણ ઘણો વિવાદ થયો હતો.
- 19 ડિસેમ્બર 2015ના રોજ ભૂમાતા બ્રિગેડ તૃપ્તી દેસાઈએ પણ ચબુતરા પર જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગામના લોકોએ તેનો ખૂબ વિરોધ કર્યો હતો.
- તૃપ્તી દેસાઈએ 26 જાન્યુઆરી 2016ના રોજ મંદિરના ચબુતરા પર જઈને પરંપરા તોડવાની જાહેરાત કરી હતી.
- 26 જાન્યુઆરીએ મંદિરના થોડા અંતર પહેલાં જ ભૂમાતા બ્રિગેડને રોકવામાં આવ્યા હતા અને ઘણી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
- 27 જાન્યુઆરીએ તૃપ્તી દેસાઈએ મુખ્યમંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અરજી કરી હતી.
- 28 જાન્યુઆરીએ એક મહિલાએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચમાં અરજી કરીને મંદિરમાં મહિલાઓને એન્ટ્રી આપવાની માગણી કરી હતી.
- 1 એપ્રિલે હાઈકોર્ટે આદેશ જાહેર કર્યો કે કોઈ પણ મહિલાને પૂજા કરતા રોકી શકાય નહીં. આ તેમનો હક છે.
- 3 એપ્રિલે હાઈકોર્ટની મંજૂરી હોવા છતા મહિલાઓને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા.
- સરકારે પણ મહિલાઓની પૂજાની વાતને સપોર્ટ કર્યો અને પછી અંતે મંદિરના ટ્રસ્ટે ઝુકવુ પડ્યું હતું.
- 8 એપ્રિલે શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટે મહિલાઓને મંદિરમાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો