તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસામમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના હલવા આંચકા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વોત્તરના રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં બુધવારે સવારે ૧૦-૪પ વાગે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા આસામના ગોલાઘાટમાં એક સ્કૂલની દીવાલ તૂટી પડી છે. આ દુર્ઘટનામાં સ્કૂલનાં છ બાળકો ઘવાયાં છે. જો કે તેમનામાંથી કોઇ ગંભીર નથી. ભૂકંપનું કેન્દ્ર આસામના કર્બી આંગલોંગ જિલ્લામાં ભૂમિની સપાટીથી ૨૦ કિલોમીટરની ઊંડાઇએ હતું.

અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ભૂકંપને કારણે કેટલીક સ્કૂલો સહિ‌ત ઘણી ઇમારતોને નજીવું નુકસાન થયું છે. હાલમાં ક્યાંથી પણ કોઇ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. ભૂકંપથી ભયભીત લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં ભૂંકપના આંચકા કેટલાક સેકન્ડ સુધી ચાલુ રહ્યા હતા. જ્યારે આસામના વિભિન્ન વિસ્તારોમાં ભૂકંપના ઘણા આંચકા અનુભવાયા હતા.