બિહારમાં ટ્રેનની અડફેટે રીક્ષા ચડી, નવના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ટ્રેન સાથે રિક્ષાનો અકસ્માત થયો તે તસવીર)
*માનવરહિત ફાટક પરથી પસાર થઈ રહેલી રીક્ષાને રાપ્તી-ગંગા એક્સપ્રેસે અડફેટે લીધી

મોતીહારી : બિહારના પૂર્વ ચંપારણ્ય જિલ્લાના સૌગલી સ્ટેશન હેઠળ આવતા માનવરહિત રેલવે ફાટક પર રાપ્તી-ગંગા એક્સપ્રેસે એક રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં 19 લોકોના મોત નીપજ્યાં હતા.
ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપ્રિટેન્ડન્ટ સુધીર કુમારના કહેવા પ્રમાણે, "ઓટો રીક્ષામાં 16થી વધારે મુસાફરો જઈ રહ્યા હતા. ત્યારે માનવરહિત રેલવે ફાટક પર ચંપરા બહાર ગામ પાસેથી રાપ્તી ગંગા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. જેની અડફેટે આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ગોરખપુરથી દેહરાદુનની વચ્ચે દોડે છે.

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, તમામ મૃતકો એક જ પરિવારના છે. રેલવે તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ તત્કાળ ઘટનાસ્થળે ધસી ગયા છે. રેલવેના મેનેજર (સમસ્તીપુર)એ પણ આ પ્રકારનો અકસ્માત થયો હોવાને અનમોદન આપ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, અકસ્મતાની ગંભીરતા જોતા મૃતકાંક વધી શકે છે.
ટ્રેનના એન્જિનમાં ફસાઈ રિક્ષા

ઘટના મોતિહારીના સેમરા-સુગૌલી રેલ્વે સ્ટેશન પર 196 સીના માનવ રહિત રેલવે ક્રોસિંગ પર બની હતી. રિક્ષા જ્યારે રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી હતી તે દરમિયાન મુજફ્ફરપુરથી દેહરાદુન જઈ રહેલી રાપ્તી-ગંગા એક્સપ્રેસ આવી ગઈ અને રિક્ષા સાથે અકસ્માત થયો. ટક્કરથી રિક્ષાના કચ્ચરઘાણ નિકળ્યો હતો. ગ્રામવાસીઓની મદદથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. ટ્રેનના એન્જિનમાં રિક્ષા ફસાવવાના કારણે ટ્રેન ત્યાંજ રોકાઈ ગઈ હતી. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લીધે ગુસ્સે ભરાયા છે.

મદદ માટે એલાન

રેલવેએ આ ઘટનામાં મોત થયેલા લોકોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પણ કહ્યું હતું કે મૃતકોના પરિવારને પણ 1.5-1.5 લાખની સહાય કરશે. આ સિવાય ઈજાગ્રસ્તો માટે 5-5 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી છે.