તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીથી ગાયબ થયું રેલવેનું 120 ટનનું એન્જિન, શોધી રહ્યા છે 60,000 ડ્રાઈવર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિલાસપુર: ટ્રેનનું એક ભારે ભરખમ એન્જિન ગુમ થઈ જાય તે જ એક નવાઈની વાત છે. દિલ્હીના તુગલકાબાદ લોકો શેડમાંથી એક ઈલેક્ટ્રિક એન્જિન જૂન મહિનાથી ગાયબ છે. વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે દ્વારા તેમના ઝોનમાં આ એન્જિનની તપાસ કરવામાં આવી છે. જ્યારે એન્જિન ન મળ્યું ત્યારે તેમણે આ વિશે રેલવે બોર્ડને પણ માહિતી આપી છે. હવે રેલવે બોર્ડે દરેક ઝોનલ રેલવેને આ એન્જિનની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
રિપેરિંગ માટે એન્જિન લોકો શેડ લાવવાનું હતું પરંતુ પહોંચ્યું નહીં

- દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેની જેમ દરેક ઝોનમાં તપાસ માટે ડ્રાઈવરની મદદ લેવામાં આવી રહી છે.
- દેશમાં અંદાજે 60 હજાર ટ્રેન ડ્રાઈવર છે, જે દરેક એન્જિનના નંબરના આધારે તેની તપાસ કરી રહ્યા છે.
- વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવેનો લોકો શેડ તુગલકાબાદમાં છે. અહીં એન્જિન નંબર 23384 રિપેરિંગ કામ માટે 15 જૂને લોકો શેડમાં આવવાનું હતું.
- પરંતુ એન્જિન અહીં આવ્યું જ નહીં. થોડા સમય સુધી એવું માનવામાં આવ્યું કે તે દેશના કોઈ ભાગમાં હશે અને તેને આવતા સમય લાગશે.
- પરંતુ જ્યારે એન્જિન વધુ 10 દિવસ સુધી ન આવ્યું ત્યારે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમ છતાં હજુ પણ વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવેને આ એન્જિન મળ્યું નથી.
10 જુલાઈથી એન્જિન શોધવાનો આપ્યો છે ઓર્ડર

- એન્જિનની ગાયબ થવાની માહિતી રેલવે બોર્ડને આપવામાં આવી છે. 10 જુલાઈએ રેલવે બોર્ડે દરેક ઝોનલ રેલવેને એન્જિનની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
- ઝોનલ રેલવેએ દરેક ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરને એન્જિનનો નંબર આપીને રેલવેનું એન્જિન શોધવાનો આદેશ આપી દીધો છે.
- તેથી દરેક ડ્રાઈવર હાલ એન્જિનમાં ચડતા પહેલાં તેનો નંબર જોઈ લે છે જેથી તે ખોવાયેલુ એન્જિન તો નથી તેવું કન્ફર્મ કરી શકાય.
સૌથી મોટો સવાલ, કેવી રીતે ગાયબ થઈ શકે છે રેલવેનું એન્જિન?
- માત્ર રેલવેના પાટા ઉપર જ દોડી શકે તેવું 120 ટનનું એન્જિન ગુમ થવું અશક્ય છે. સમગ્ર રેલવે બોર્ડનો સવાલ એક જ છે કે અંતે એન્જિન ગયુ ક્યાં?
- એક્સપર્ટે ભાસ્કરને જણાવ્યું છે કે, એન્જિનના મોનિટરિંગ માટે એક ઓનલાઈન સિસ્ટમ છે.
- ટ્રેન તૈયાર થઈને નીકળવાની તૈયારીમાં હોય ત્યારે સ્ટેશન પર જ એન્જિનનો નંબર નોંધાઈ જાય છે. જો અમુક સંજોગમાં મુસાફરીની વચ્ચે પણ એન્જિન બદલવામાં આવે તો તેનો પણ એન્જિન નંબર નોંધવામાં આવે છે.
- એક્સપર્ટના મત પ્રમાણે આ પ્રોસેસમાં જ કોઈ પ્રોબ્લેમ થયો છે. શક્ય છે કે ખોટો નંબર પણ પણ રજિસ્ટર્ડ થઈ ગયો હોય જેના કારણે એન્જિન વિશેની પૂરતી માહિતી મળતી નથી.
- ડ્રાઈવરની તપાસથી એન્જિન વિશેની માહિતી મેળવી શકાશે.
આગળની સ્લાઈડમાં જુઓ રેલવે બોર્ડે એન્જિન શોધવા જાહેર કરી સુચના
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો