પડદાઓ પાછળ રહેલા આંગડિયાના ધંધા અંગે વાંચો...જાણવા જેવું બધું જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી અને ઈન્કમ ટેક્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 200 કરોડ રૂપિયાની રોકડ જપ્ત થઈ છે. હિરા ઝવેરાત સહિત જપ્ત થયેલી રકમ કુલ 2500 કરોડની છે. આ રકમ હવાલાની હતી કે આંગડિયાની તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલ 47 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ રકમ ચાર ટ્રક્સમાં ભરાયેલી હતી. આ રકમનો હવાલો ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ સુધી પહોંચ્યો છે. આ બધા તથ્યોના કેન્દ્રમાં છે આંગડિયા વ્યવસ્થા. સુરતના હિરાબજાર અને રાજ્યના સોની બજારો સાથે સંકળાયેલા લોકો માટે આંગડિયા વ્યવસ્થા નવી નથી. કોઈ ફિલ્મી કહાણી જેવી જ છે આ આંગડિયા વ્યવસ્થા છે. તેની ઉપર રહસ્યના અનેક પડદાઓ હોય છે.

જુઓ પડદા પાછળની કેટલીક હકીકતો. શા માટે પડે છે આંગડિયા વ્યવસ્થાની જરૂર. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.