તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોઢા પંચની ભલામણોનો SC દ્વારા સ્વીકાર, પ્રધાનને BCCIમાં પદ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : દાયકાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર નાગચૂડ જમાવી બેઠેલા રાજકારણીઓ એ BCCI પરથી તેમની પકડ ઢીલી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે લોઢા કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યો છે અને પદાધિકારીઓ પર કેટલાક નિયંત્રણ લાદ્યાં છે. ચુકાદા બાદ બેન્ચે નોંધ્યું હતું કે આશા છે કે આ કાંઈક સુધાર થશે. ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર અને જસ્ટિસ ઇબ્રાહિમ કલિફુલ્લાએ સોમવારે આ ચુકાદો આપ્યો હતો. જાન્યુઆરી 2015માં સુપ્રીમકોર્ટે જસ્ટિસ લોધાના વડપણ હેઠળ એક સમિતિ બનાવી હતી. સમિતિને બીસીસીઆઈની ગતિવિધિઓની સમીક્ષા કરવા અને બોર્ડમાં જરૂરી સુધારા અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ જ વર્ષે 4 જાન્યુઆરીએ સમિતિએ પોતાની ભલામણો રજૂ કરી હતી. સુપ્રીમે ભલામણો લાગુ પાડવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરી હતી. જોકે, બીસીસીઆઈએ મોટા ભાગની ભલામણોને બિનવ્યવહારુ ગણાવી હતી અને અદાલતમાં અપીલ કરી હતી.

ચુકાદાના મુખ્ય અંશો

- બીસીસીઆઈના પદાધિકારીઓની મહત્તમ ઉંમર 70 વર્ષની રહેશે.
- કોઈ પ્રધાન કે સનદી અધિકારી બીસીસીઆઈમાં પદ નહીં મેળવી શકે.
- 'એક રાજ્ય, એક વોટ'ની ભલામણનો પણ સુપ્રીમે સ્વીકાર કર્યો છે.
- મતલબ કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો કે જ્યાં એક કરતા વધુ ક્રિકેટ એસોસિએશન્સ છે. ત્યાં 'વારાફરતી' વોટિંગ અધિકાર મળશે.
- બીસીસીઆઈએ 'વન સ્ટેટ, વન વોટ'ની વ્યવસ્થાનો ભારે વિરોધ કર્યો હતો. બોર્ડે તર્ક આપ્યો હતો કે, અલગ-અલગ બોર્ડ્સે અલગ-અલગ સ્થળોએ ક્રિકેટને વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે.
- જો એક જ મતના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે તો આ એસોસિએશન્સ પ્રતિનિધિત્વથી વંચિત રહી જશે.
- આગામી છ મહિનામાં લોઢા કમિશનની ભલામણોને લાગુ કરવાની રહેશે. લોઢા પેનલ આ પરિવર્તનને પાર પાડશે.
- બીસીસીઆઈનીએ એડવર્ટાઈઝિંગ અંગે પેનલની ભલામણો સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફેરવિચારણા માટે લોઢા પેનલ સમક્ષ રજૂઆત કરી હતી.
- સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, બીસીસીઆઈ દ્વારા ફંડની ફાળવણી મનસ્વી રીતે તથા રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
- સુનાવણી દરમિયાન બેન્ચે BCCIને પૂછ્યું હતું કે, પ્રધાનોને રાખવા માટેની તાલાવેલી શા માટે છે?
- મહત્તમ બે ટર્મ તથા ઉંમરની ટોચમર્યાદા સામે તમને શું વાંધો છે?
- સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપવાનો બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ઇન્કાર કર્યો છે.
- ક્રિકેટમાં સટ્ટાને કાયદેસર કરવો કે નહીં? તેનો નિર્ણય બેન્ચે સંસદ પર છોડ્યો છે. લોઢા પેનલે ક્રિકેટમાં સટ્ટાને કાયદેસર કરવા ભલામણ કરી હતી.
- બીસીસીઆઈને રાઈટ-ટુ-ઈન્ફોર્મેશન હેઠળ લાવવું કે નહીં? તેનો નિર્ણય પણ સુપ્રીમ કોર્ટે સંસદ પર છોડ્યો છે.
- ક્રિકેટ કંટ્રોલ બોર્ડે RTI સંદર્ભની ભલામણનો પણ ભારે વિરોધ કર્યો હતો.
- કેગના નોમિનીને ક્રિકેટ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવશે. ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના નિયમોને ટાંકીને BCCIએ આ ભલામણનો વિરોધ કર્યો હતો.
- CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) BCCIનો રોજ-બરોજનો વહીવટ જોશે અને તે નવ સભ્યોની વહીવટી સમિતિને અધિન રહેશે.
ગોપાલ સુબ્રમણ્યમ બન્યા હતા 'અદાલત મિત્ર'
- વિખ્યાત વકીલ ગોપાલ સુબ્રમણ્યમ આ કેસમાં 'અદાલત મિત્ર' હતા.
- મુખ્ય ન્યાયધીશ ટીએસ ઠાકુર અને FMI ખલિફુલ્લાની બેન્ચે લગભગ 12 હિયરિંગ હાથ ધર્યા હતા.
- ગોપાલ સુબ્રમણ્યમે ગોવા ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચારના આરોપમાં ચેરમેન, સેક્રેટરી અને ટ્રેઝરરની ધરપકડનો મુદ્દો બેન્ચને બ્રિફ કર્યો હતો.
- ઉપરાંત ગોપાલ સુબ્રમણ્યમે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની સ્થિતિ બેન્ચનના ન્યાયધીશોને વાકેફ કર્યા હતા.
- ફરિયાદી આદિત્ય વર્મા (બિહાર ક્રિકેટ એસોસિએશનના સચિવ) વતી પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પત્ની નલિની હાજર રહ્યા હતા.
- પૂર્વ ક્રિકેટર્સ બિશનસિંહ બેદી, કીર્તિ આઝાદ તથા અનેક ક્રિકેટ એસોસિએશન્સે BCCIના વહીવટ સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
- અનેક પૂર્વ ખેલાડીઓ BCCIના વહીવટ સામે અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે.

શું છે લોઢા પેનલ?
- લોઢા કમિટીની અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયધીશ આર.એમ. લોઢા છે.
- સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અશોક ભાણ અને આર.વી. રવિન્દ્રન પણ આ પેનલના સભ્ય હતા.
- પેનલની નિમણૂક કરતી વખતે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, પેનલની ભલામણો બીસીસીઆઈ તથા સંબંધિત પક્ષકારોને બંધનકર્તા રહેશે.
- જોકે, તમામ પક્ષકારોને ભલામણો સામે અપીલ કરવાની પરવાનગી આપી હતી.
આ ફેરફારો પણ થશે
- બીસીસીઆઈની ગવર્નિંગ કાઉન્સિલમાં કેગના સભ્યને સામેલ કરવા પડશે
- પ્લેયર્સ એસોસિયેશન બનાવવામાં આવશે. આ એસોસિયેશનને ફંડ પણ આપવામાં આવશે. જોકે, ફંડની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય બીસીસીઆઈ લેશે.
આરટીઆઈ અને સટ્ટા અંગે સંસદ નિર્ણય લેશે
સુપ્રીમકોર્ટે બીસીસીઆઈને આરટીઆઈ અંતર્ગત લાવવાનો નિર્ણય સંસદ ઉપર છોડી દીધો છે. ઉપરાંત ક્રિકેટમાં સટ્ટાને કાયદેસર બનાવવા અંગેનો નિર્ણય લેવાનું પણ સંસદ ઉપર છોડવામાં આવ્યું છે.
બોર્ડ નિર્ણય કરે
કોર્ટે પ્રસારણ અધિકારો અંગે હાલના કરારમાં કોઈ ફેરફાર અને ફ્રેન્ચાઇઝી સભ્યોને બોર્ડમાં સામેલ કરવા તેમજ તેના થકી થતાં હિતોમાં ટકરાવ અંગેનો કોઈ પણ નિર્ણય બોર્ડ ઉપર છોડ્યો છે.
કોમેન્ટ્સ
- ક્રિકેટ બોર્ડ આ ચુકાદાને સંપૂર્ણ માન આપે છે, અને આ નિયમો લાગુ પાડવામાં આવશે. - કે. કે. વેણુગોપાલ, બીસીસીઆઈ
- ખા ચુકાદાનો ગહન અભ્યાસ કરીને પછી જ આ અંગે પ્રતિભાવ આપીશ. - અનુરાગ ઠાકુર, બીસીસીઆઈ અધ્યક્ષ
- બોર્ડ આ ચુકાદાને આવકારે છે. આગામી બેઠકમાં આ નિયમો લાગુ પાડવા અંગે ચર્ચા કરવામાં આવશે. - રાજીવ શુક્લા, આઈપીએલ અધ્યક્ષ
- આ ભારતીય ક્રિકેટ અને ભારતીય રમતજગત માટે મોટો દિવસ છે. ભારતીય ક્રિકેટ પ્રશંસકો આ નિર્ણયથી ખુશ થશે. - જસ્ટિસ આર. એમ. લોધા
ગુજરાતને નુકસાન
એક રાજ્ય, એક વોટની ભલામણનો પણ સુપ્રીમે સ્વીકાર કર્યો છે. જીસીએના પૂર્વ પદાધિકારી હિતેશ પટેલના મતે આ નિર્ણયથી ગુજરાતમાંથી ફફ્ત એક જ વોટ રહી જશે. આ પહેલાં ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિયેશન હોવાથી ત્રણ વોટિંગ હતા. રાજ્યમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને બરોડા ક્રિકેટ એસોસિયેશનનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હવે ત્યાં રોટેશન પ્રમાણે વોટિંગ અધિકાર મળશે. આમ બે વોટ ઓછા થવાથી ગુજરાતનો દબદબો ઓછો થશે. બીજી તરફ મહારાષ્ટ્રને પણ નુકસાન થઈ રહ્યું હોવાથી વેસ્ટ ઝોનનો દબદબો પણ ઘટશે.
નોર્થ ઇસ્ટ બનશે પાવરફુલ
લોઢા કમિટીની આ ભલામણથી નોર્થ ઇસ્ટ પાવરફુલ બની જશે. નોર્થ ઇસ્ટમાં આવતાં તમામ રાજ્યને વોટિંગનો અધિકાર મળશે. આ પહેલાં ઘણાં નોર્થ ઇસ્ટનાં રાજ્યોને વોટિંગનો અધિકાર ન હતો તેથી તેમનું વર્ચસ્વ ઓછું રહેતું હતું. બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વધારે મજબૂત બનશે. - આ બંને નોર્થ ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે.
- ખેલાડીઓનું પોતાનું એસોસિયેશન બનશે. તેને બીસીસીઆઈ ભંડોળ આપશે.
- બોર્ડને આરટીઆઈ અંતર્ગત લાવવા અને સટ્ટાને કાયદેસર કરવાનો નિર્ણય સંસદ લેશે.
આમનો બીજો હોદ્દો છીનવાશે
બોર્ડ સચિવ અજય શિરકેનો મહારાષ્ટ્રના અધ્યક્ષનો હોદ્દો, અનિરુદ્ધ ચૌધરીનું હરિયાણાના સચિવ પદ, સંયુક્ત સચિવ અમિત ચૌધરીનું ઝારખંડના અધ્યક્ષનું પદ, બંગાળના અધ્યક્ષ ગાંગુલીએ આઈપીએલનું ગવર્નિંગ કાઉન્સિલ છોડવું પડશે.
70થી વધુ ઉંમરના આ લોકો ‘આઉટ’
70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ક્રિકેટમાં કોઈ સ્થાન નહીં મળે. મુંબઈ ક્રિકેટ એસો.ના અધ્યક્ષ શરદ પવાર, તામિલનાડુના કે. શ્રીનિવાસન, સૌરાષ્ટ્રના નિરંજન શાહ, પંજાબના બિન્દ્રાની કારકિર્દી ખતમ.
પ્રતિક્રિયા
- ભારતીય ક્રિકેટ અને ખેલજગત માટે આજે મોટો દિવસ છે. મને લાગે છેકે ક્રિકેટના ચાહકો સુપ્રીમ કોર્ટના ચુકાદાને વધાવશે. બીસીસીઆઈએ વહેલામાં વહેલી તકે પેનલની ભલામણો લાગુ કરવી પડશે. : આર.એમ. લોઢા, લોઢા પેનલના અધ્યક્ષ (ચુકાદા બાદ)
- આ એક શકવર્તી ચુકાદો છે. તેનાથી ભારતમાં ખેલ વહીવટીતંત્રમાં સુધારો થશે. : જસ્ટિસ મુકુલ મુદગલ, ડીડીસીએ કૌભાંડની તપાસ કરનાર જજ
સુપ્રીમના ચુકાદા પછી જસ્ટિસ લોઢાનો ઇન્ટર્વ્યૂ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો