તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HBD સુંદર પીચાઇ: એક સમયે જી-મેલ જાણતા ન હતા, આજે રોજની આવક 3.52 કરોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક: સુંદર પિચાઇ બુધવારે 45 વર્ષના થયા. વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની ગૂગલના સીઇઓ સુંદર 12 જુલાઇ 1972ના રોજ તમિલનાડુના મદુરાઇમાં જન્મ્યા હતા. પ્રારંભિક શિક્ષણ ચેન્નઇમાં મેળવ્યું. બી.ટેક્ આઇઆઇટી ખડકપુરથી કર્યું. પછી વધુ અભ્યાસાર્થે અમેરિકા જતા રહ્યા. પરંતુ જ્યારે અમેરિકા જઇ રહ્યા હતા ત્યારે પિતાના આખા વર્ષના પગારથી ફલાઇટની ટિકિટ જ થઈ હતી. સ્કૂલના અભ્યાસ દરમિયાન સુંદર ક્યારે પણ ચોથા રેન્કથી ઉપર આવ્યા ન હતા. જ્યોગ્રાફી અને ઇતિહાસમાં ઓછા માર્ક્સ આવતા હતા. પરંતુ સાયન્સમાં હંમેશા ટોપર રહેતા હતા. સુંદરની કથા એ દરેક ભારતીયની કહાની છે જે નાના ઘરોમાં રહે છે. નબળી આર્થિક સ્થિતિમાં ઉછરે છે. પરંતુ પોતાની લાયકાતના જોરે મોટાં સપનાંને સાકાર કરે છે. સુંદર હાલ અમેરિકાના સૌથી વધુ પૈસા કમાનારા સીઇઓ છે. દરરોજની તેમની આવક 3.52 કરોડ છે.
  જાતને અસુરક્ષિત અનુભવવા દો, એ તમને વિકસવામાં મદદ કરશે

અસુરક્ષિત હોવું સારી વાત છે. તેનો મતલબ એ છે કે તમારા પર એ લોકોની વચ્ચે અને વધારે સારું કરવાનું દબાણ છે જેઓ તમારાથી પણ બહેતર છે. જાતને અસુરક્ષિત અનુભવવા દો. એ તમને વ્યક્તિગત રીતે વિકસિત થવામાં મદદ કરશે.
  તમને જે પણ પસંદ હોય એ જ કરશો તો તમે શું ભણ્યા છો તેનો કોઈ અર્થ રહેશે નહીં

પોતાની નિષ્ફળતાઓને સન્માન સહિત આવકારો. તે સફળતા કરતા પણ મૂલ્યવાન મૂડી છે. જો તમે પોતાના મનની વાત માનતા હશો અને તમને પસંદ છે એ જ કામ કરશો તમે હંમેશા બહેતર કરશો. તમે શું ભણ્યાગણ્યા છો એ વાત મહત્ત્વની રહેશે નહીં.
  લીડરે પોતાની સફળતા પર ધ્યાન આપવું જોઈએ નહીં, અન્યોની સફળતા વધારે જરૂરી છે

જેના જીવનમાં બધું જ સારું છે એ વ્યક્તિ ખુશ નથી પણ તે એટલા માટે ખુશ છે કારણ કે દરેક બાબતો પ્રત્યે તેનું વલણ સાચું છે. એક લીડર તરીકે પોતાની સફળતાઓ પર ધ્યાન આપવું મહત્ત્વનું નથી. અન્યોની સફળથા વધારે જરૂરી છે.

અમેરિકાના ત્રીજા સૌથી મોંઘા સીઇઓ પેકેજ 686 કરોડ

સુંદર પિચાઈ અમેરિકાના ત્રીજા ક્રમના સૌથી મોંઘા સીઇઓ છે. બ્લુમબર્ગના જણાવ્યા મુજબ 2016માં તેમનું પેકેજ 686 કરોડ રૂપિયા હતું. જો કે એક વર્ષ પહેલાં 2015માં તેમનું વેતન અને અન્ય ભથ્થાં તરીકે 1285 કરોડ રૂ. મળ્યા હતા. એ વર્ષે અમેરિકામાં કોઈ પણ સીઇઓ માટે આ રકમ સૌથી વધારે હતી. 2016માં વેતન તરીકે તેમને 4.17 કરોડ રૂપિયા મળ્યા હતા. તે 2015માં મળેલા વેતન કરતા ઓછું હતું.
 
સુંદર પીચાઇ સાથે જોડાયેલા બાળપણ અને કોલેજ લાઇફની રોચક કહાની વિશે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
 
 
 


અન્ય સમાચારો પણ છે...