તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • To Simply Be In Government Quarters, The Supreme Stance

સરકારી આવાસો મહિનામાં ખાલી થવાં જોઈએ, સુપ્રીમનું કડક વલણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વર્ષોથી કબજો જમાવી રાખતા માજી સાંસદો, પ્રધાનો, ન્યાયમૂર્તિઓ, અધિકારીઓ અંગે સુપ્રીમનું કડક વલણ

નિવૃત્તિ બાદ પણ સરકારી આવાસો પર કબજો જમાવી રાખનારા લોકો સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આવા જજો, સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓ સામે આકરું વલણ અપનાવાતા કહ્યું હતું કે નિવૃત્તિ પણ ઘણા લોકો સરકારી મકાનો છોડવાનું નામ સુદ્ધા નથી લેતા. કોર્ટે કહ્યું હતું કે નિવૃત્તિ બાદ અથવા ટર્મ પુરી થયા બાદ એક મહિનામાં આવા લોકોએ સરકારી મકાનો ખાલી દેવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે સાંસદો અને મંત્રીઓને સરકારી આવાસોમાં નિધૉરિત સમય કરતા વધારે રહેવા સામે પ્રતિબંધ માટે ઘણા દિશાનિર્દેશો પણ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે નિવૃત્તિ બાદ લોકોએ સરકારી બંગલાઓ પર કબજો ન કરવો જોઈએ.

આગળ વાંચો : સરકારી જમીન પર ધાર્મિક સ્મારકો નહીં: સુપ્રીમ, એક મહિનાની મુદત