તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 વર્ષોથી ઘટી રહી છે વાદળોની જાડાઈ, ગુજરાતમાં ચોમાસુ પડ્યું ધીમું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ પ્રમાણે આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાની અપેક્ષા છે. સમગ્ર દેશમાં 98 ટકા વરસાદ થવાનો અંદાજ છે. દુષ્કાળ પીડિત રાજ્યો માટે આ સારી ખબર છે પરંતુ એક સ્ટડી રિપોર્ટે દેશની ચિંતામાં વધારો કરી દીધો છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા 50 વર્ષથી વરસાદના વાદળ વધુને વધુ પાતળા થઈ રહ્યા છે. તે ઉપરાંત વધારે વરસાદ લાવી શકે તેવા ઓછી હાઈટ વાળા વરસાદોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે વરસાદ ઓછો થાય છે અને ટેમ્પરેચરમાં વધારો થાય છે.
 
ભારતમાં પહેલી વાર થયું વાદળાઓ ઉપર સ્ટડી

- આઈએમડીના રિટાયર્ડ સાઈન્ટિસ્ટ એ.કે. જયસ્વાલની આગેવાની હેઠળ આ સ્ટડી કરવામાં આવ્યો છે. આઈએમડીના જર્નલ 'મૌસમ'માં છપાયેલાં આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછી હાઈટવાળા વાદળો બલ્કમાં વરસાદ લાવે છે. 1960થી 2010 સુધીમાં તેમાં દરેક દશકામાં 0.45 ટકાનો ઘટાડો આવી રહ્યો છે. આમ, દર વર્ષે ચોમાસાની સિઝનમાં આટલો ઘટાડો થઈ રહ્યો છે.
- રિપોર્ટ પ્રમાણે આ સિઝનમાં ચોમાસામાં 1.22 ટકાનો ઘટાડો થયો છે, જે ચિંતાજનક છે. ભારતમાં સામાન્ય રીતે 70 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં થાય છે.
- 60ટકા પૃથ્વીની સરફેસ વાદળોથી ઢંકાયેલી હોય છે. તેઓ વાતાવરણ અને જળવાયુમાં મહત્વની ભૂમિકા નીભાવે છે. વાદળ સૂર્યના પ્રકાશને કંટ્રોલ કરે છે અને રેડિયેશનને પૃથ્વી પર આવતા રોકે છે. વોટર વેપર્સ વાદળોમાં બદલાઈ જાય છે અને તેના કારણે વરસાદ થાય છે.
- વાદળ ગ્લોબલ એનર્જીને પણ કંટ્રોલ કરે છે, વાદળોની આ સતત ઘટતી જતી સાઈઝ વાતાવરણની ભવિષ્યવાણીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
 
નોર્થઈસ્ટ ભારત અને ગંગામાં વધી રહ્યા છે મોટા વાદળો

- હવામાન વિભાગે 215 સ્ટેશનનું નીરિક્ષણ કરીને વાદળો ઉપર સ્ટડી કર્યો છે. આ રિસર્ચ રિપોર્ટથી વાદળોની જાડાઈ અને પાતળાઈ સમજી શકાય છે.
- 61 ટકા સ્ટેશનો ઉપર ઓછી ઉંચાઈવાળા વાદળોમાં ઘટાડો જોવા મળ્યો છે. મોનસૂન સિઝન દરમિયાન સૌથી મોટા વાદળ 1961માં જોવા મળ્યા હતા. તે સમયે સમગ્ર દેશમાં તેમની ક્ષમતા 46.7 ટકા જોવા મળી હતી જે 2009માં ઘટીને 33.5 ટકા થઈ ગઈ છે.
- સ્ટડી રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, ઓછી ઉંચાઈવાળા વાદળ ગંગાના મેદાનોમાં અને નોર્થઈસ્ટમાં વધી રહ્યા છે. જ્યારે બાકીના વિસ્તારોમાં તેમાં ઘટાડો આવ્યો છે.
 
ગુજરાતમાં ધીમું પડ્યું ચોમાસું, મુંબઈમાં 16 ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ

- ગુજરાતમાં ચોમાસાએ સોમવારે પ્રવેશ તો કરી લીધો છે પરંતુ તે પછી તે થોડુ ધીમું પડી ગયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક જયંત સરકારના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ આવશે નહીં. તે હાલ રાજ્યમાં આગળ વધી શકશે નહીં.
- બીજી બાજું મુંબઈમાં પણ સોમવારે ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે. ભારે વરસાદના કારણે અહીં 16 ફ્લાઈર્ટ ડાઈવર્ટ કરવામાં આવી છે. 
 
મહારાષ્ટ્ર, બંગાળ અને ઓરિસ્સા પહોંચ્યું ચોમાસું, અત્યાર સુધી સામાન્યથી 18 ટકા વરસાદ

- આ સપ્તાહની શરૂઆતમાં ચોમાસુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામા પોહંચી ગયું છે. આ રાજ્યોના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવા લાગ્યો છે. બેથી ત્રણ દિવસમાં ચોમાસુ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને મધ્ય મહારાષ્ટ્રને સંપૂર્ણ રીતે કવર કરી લેશે.
- પહેલાં 10 જૂન સુધી ચોમાસુ મુંબઈ સુધી પહોંચવાનો અંદાજ હતો પરંતુ મુંબઈમાં ચોમાસું બે દિવસ મોડુ પહોંચ્યું છે. બિહાર અને ઝારખંડમાં ચોમાસુ 13 જૂન સુધી પહોંચવાની શક્યતા છે. આમ જૂન અંત સુધીમાં ચોમાસુ લગભગ સમગ્ર દેશને કવર કરી લેશે તેવી શક્યતા છે.
- હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 30મેથી 11 જૂન સુધી સમગ્ર દેશમાં 48.2 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે. જે સામાન્ય કરતા 18 ટકા વધારે છે. 
- આઈએમડીના જણાવ્યા પ્રમાણે ચોમાસુ એક્ટિવ ફેઝમાં છે. બંગાળની ખાડીમાં પણ દબાણ વધ્યું છે. તેનાથી સાઉથવેસ્ટ ચોમાસાને પણ મજબૂતાઈ મળશે. આ એક સારો સંકેત છે. ચોમાસાની શરૂઆત પ્રમાણે પશ્ચિમ ભારત અને પૂર્વ ભારત માટે આ સપ્તાહ સારુ સાબીત થશે.
- વેસ્ટમ ધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ઘણી જગ્યાએ વરસાદ નોંધવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસમાં ચોમાસુ મધ્ય પ્રદેશને સારી રીતે કવર કરી લેશે.
 
દરેક દશકામાં ચોમાસાની સિઝનમાં 0.23 દિવસનો આવ્યો ઘટાડો

- રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દરેક દશકામાં ચોમાસામાં 0.23 દિવસનો ઘટાડો આવી રહ્યો છે. એટલે કે અહીં 50 વર્ષમાં ચોમાસાના એક દિવસમાં ઘટાડો થયો છે.
- ચોમાસાના એક દિવસમાં અંદાજે 2.55 મિલીમીટર અથવા તેના કરતા વધારે વરસાદ થતો હોય છે. આ ઘટાડો દેશના દરેક હિસ્સામાં નોંધવામાં આવ્યો છે. સ્ટડી પ્રમાણે ઓછી ઉંચાઈ વાદળો અને વરસાદના દિવસોમાં સીધો સબંધ છે. વાદળો પાતળા થતા હોવાથી ટેમ્પરેચર પણ વધી રહ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...