તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RSમાં પ્રશ્નકાળમાં 3 મંત્રી ગાયબ; આ મેક્સિમમ મિનિસ્ટર્સ, મિનિમમ ગવર્નન્સ: વિપક્ષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સોમવારે પ્રશ્નકાળ દરમિયાન 3 કેન્દ્રીય મંત્રીઓ ગાયબ રહ્યા હતા. વિપક્ષે ત્રણેય મંત્રીઓને સવાલ પૂછ્યા હતાં, પરંતુ ત્રણેય ગૃહમાં હાજર ન હોવાથી ચેરમેન હામિદ અંસારી ખૂબ નારાજ દેખાયા હતા. આ ઘટના પર વિપક્ષે શાસક પક્ષ બીજેપીને ટોણો માર્યો હતો કે, આ 'મેક્સિમમ મિનિસ્ટર્સ, મિનિમમ ગવર્નન્સ છે.'
 
- પ્રશ્નકાળ દરમિયાન શિપિંગ મિનિસ્ટ્રીને યમુના વોટર ટેક્સી પ્રોજેક્ટના લોન્ચિંગ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પરંતુ સવાલ પૂછનાર સાંસદ કે જવાબ આપનાર મિનિસ્ટર બંને ગૃહમાં હાજર ન હતા. આ અંગે અંસારીએ કહ્યું કે, આ એક અસાધારણ સ્થિતિ છે.

- અંસારીએ એન્વાયરનમેન્ટ મિનિસ્ટ્રી સાથે જોડાયેલો બીજો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેનો જવાબ આપવા માટે કેન્દ્રીય મંત્રી હાજર ન હતા. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે એક પણ કેબિનેટ મિનિસ્ટર હાઉસમાં હાજર નથી.
- આ વખતે હાઉસમાં ફક્ત મિનિસ્ટર્સ ઓફ સ્ટેટ્સ નિર્મલા સિતારમણ, રામકૃપાલ યાદવ અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન હાજર હતા. ત્યાર બાદ અંસારીએ પાવર મિનિસ્ટ્રી સાથે જોડાયેલી સવાલ પૂછ્યો. જોકે, આ વખતે પણ જવાબ આપવા કોઈ હાજર ન હતું.
 
આ વિશે હામિદ અંસારીએ શું કહ્યું?
 
રાજ્યસભામાં હામિદ અંસારી આવી સ્થિતિ પર ખૂબ જ નારાજ દેખાયા હતા. તેમણે કહ્યું, આ કોઈ ખુશ થવા જેવી સ્થિતિ નથી. આના પર વિપક્ષના એક સાંસદે કહ્યું કે, આ મેક્સિમમ મિનિસ્ટર્સ, મિનિમમ ગવર્નન્સનું એક ઉદાહરણ છે. ત્યાર બાદ રામકૃપાલ યાદવે આગળના પ્રશ્નનો જવાબ ટેબલ પર રાખી દીધો હતો, તેઓ પુરક સવાલોના જવાબ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પ્રશ્નકાળ સમાપ્ત થઈ ગયો હતો.
 
લોકસભામાં પ્રથમ સવાલ યોગી આદિત્યનાથ અંગે
 
- આ એક સંયોગ છે કે લોકસભામાં સોમવારે પ્રથમ સવાલ બીજેપીના ગોરખપુરથી સાંસદ યોગી આદિત્યનાથના નામે હતો. જેઓ હવે યુપીના સીએમ બન્યા છે.
- પ્રશ્નકાળ શરૂ થતાની સાથે સ્પીકર સુમિત્રા મહાજને પ્રથમ સવાલ માટે યોગી આદિત્યનાથનું નામ લીધું હતું, પરંતુ તેઓ સંસદમાં હાજર ન હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો