તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા-બાપ અને દીકરાની હત્યા, દીકરી સાથે કર્યું આવું કે જોનારાના રુવાડા ઉભા થઈ ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાગલપુર: અહીં મહાદલિત ટોળામાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખવામાં આવી હતી. પતિ-પત્નીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું જ્યારે તેમના 12 વર્ષના દીકરાનું મોત જખમી હાલતમાં હોસ્પિટલમાં થયું હતું. જ્યારે 17 વર્ષની દીકરી ગંભીર છે. તેની સારવાર ચાલી રહી છે.

 

પિતા-દીકરાની કાઢી લીધી આંખો

 

- ઘટના શનિવારની રાતે બની હતી. અપરાધીઓએ પિતા-દીકરાની આંખો કાઢી લીધી હતી અને દીકરાના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યું હતું. 
- ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પાડોશી મહિલા તેના ઘરે ગઈ હતી. ત્યાં બે ડેડબોડી અને ચારેય તરફ લોહી પડ્યું હતું. આ જોઈને મહિલા બૂમ પાડવા લાગી હતી. 
- ત્યારબાદ ગામલોકો દોડી આવ્યા હતા. મૃતકાના કપડાં અસ્ત-વ્યસ્ત હતા અને યુવતી નગ્ન હાલતમાં પડી હતી. એટલા માટે આશંકા સેવાઈ રહી છે કે તેની સાથે દુષ્કર્મ થયું હશે. 
- પતિ અને પત્નીના માથા પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની એકમાત્ર સાક્ષી દીકરી બેહોશ છે. પોલીસ તેની હોશમાં આવવાની રાહ જોઈ રહી છે. 
- કહેવામાં આવી રહ્યું છે કે દીકરી સાથે દુષ્કર્મનો વિરોધ કરવા પર આરોપીઓએ ત્રણેયની હત્યા કરી નાખી હતી. 

 

ઘરમાં પડી હતી ડેડબોડિ

 

- રવિવારે સવારે મૃતકના ઘરે પહોંચેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘરના એક રૂમમાં જમીન પર પત્નીની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. ચોકી પર દીકરો પડ્યો હતો.
- પાછળના રૂમમાં બેહોશીની હાલતમાં દીકરી પડી હતી. તેના શરીર પર એકપણ કપડું ન હતું. જ્યારે આંગણામાં પિતાની લોહીથી લથબથ લાશ પડી હતી.
- તેના માથા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમની એક આંખ ફૂટેલી હતી અને એક કાન કપાયેલો હતો. 

 

20 દિવસથી સ્કૂલ જતી ન હતી યુવતી

 

- પીડિત યુવતી 8માં ધોરણની વિદ્યાર્થીની છે. તેમના બંને ભાઈઓ પ્રાથમિક અભ્યાસ બાદ સ્કૂલે જઈ શક્યા ન હતા. 
- બંને મોટા દીકરાઓ ગરીબીને કારણે મજૂરી કરવા લાગ્યા હતા. ગામલોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી સ્કૂલે જતી ન હતી. પરંતુ શું કામ જતી ન હતી તેનો જવાબ કોઈ પાસે ન હતો. 
- મૃતકનો બીજો દીકરો દરરોજ રાક્ષે સાત-આઠ વાગે જમાવા માટે ઘરે આવતો હતો. પરંતુ રવિવારે રાત્રે તે ઘરે આવી રહ્યો હતો અને અચાનક પરત ફરી ગયો હતો.
- મોટો દીકરો પણ બે દિવસ પહેલા ગુજરાત જવા નીકળ્યો હતો. ગામલોકોએ કહ્યું કે જો તેઓ બંને ઘરે હોત તો અપરાધીઓએ તેમની પણ હત્યા કરી નાખી હોત. 
- ભાગલપુરના આઈજી સુશીલ ખોપડેએ જણાવ્યું કે, ઘટનાની સાક્ષી બનેલી દીકરી હોસ્પિટલમાં છે. તે હોશમાં આવશે ત્યારે ઘટના અંગે વધુ માહિતી મળશે.

 

આગળ જુઓ સંબંધિત તસવીરો...

અન્ય સમાચારો પણ છે...