કાશ્મીરમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર માર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
શ્રીનગર: પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. ત્રણેય આતંકવાદીઓનાં શબ જપ્ત કરી લેવાયાં છે. સૂચના મળવા પર સુરક્ષા દળોએ ત્રાલના ગુલાબ બાગ એરિયામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન સંતાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન, માછીલ સેક્ટરમાં સોમવારે અંજામ અપાયેલા ઓપરેશન વિશે સેનાએ બુધવારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા પાંચેય આતંકીઓ પાસેથી પાકિસ્તાન અને ચીનમાં બનેલાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ઓપરેશનના કમાન્ડર આર.કે. સુરેશે કહ્યું હતું કે આતંકીઓ પાસેથી ભારે પ્રમાણમાં હથિયાર દારૂગોળો મળ્યો છે. તે સિવાય તેમની પાસેથી પાકિસ્તાનથી લેવાયેલું રેશન અને દવાઓ પણ મળી છે.
 
અન્ય સમાચારો પણ છે...