2 મિનિટમાં જ મોતમાં બદલી ગઈ મસ્તી, ડ્રાઈવરે ખેંચી જિંદગીની છેલ્લી સેલ્ફી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્હાબાદ: યુપીના પ્રતાપગઢ જિલ્લામાં મંગળવારે મોટી દુર્ઘટના ઘટી હતી. ફોનમાં સેલ્ફી લેતી સમયે બકુલાહી નદીમાં ડૂબી ગયા હતા. અન્ય 2 વિદ્યાર્થીને બચાવી લેવામાં આવ્યા હતા. દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પિકનિક માટે પાંચ મિત્રો ધાર્મિક સ્થળ શનિદેવ દામ વિશ્વનાથગંજ પહોંચ્યા હતા. 
 
રક્ષાબંધન પર ઘરેથી મળ્યા હતા પૈસા
 
- પાંચેય મિત્રો પ્રતાપગઢના રહેવાસી છે. પરિવારના જણાવ્યા મુજબ તેઓ અલગ-અલગ સ્કૂલોમાં ભણે છે. રક્ષાબંધનના દિવસે ખર્ચ માટે તેમને પૈસા આપવામાં આવ્યા હતા.
- બધા મિત્રોએ પિકનિકનો પ્લાન બનાવ્યો હતો. અહીં સેલ્ફીના ચક્કરમાં પાંચેય મિત્રો બકુહાલી નદીમાં ઉતર્યા હતા. દરમિયાન તેઓ ઉંડા પાણીમાં જતા રહ્યા હતા. 
- નદીનો પ્રવાહ વધુ હતો જેમાં તેઓ તણાયા હતા. ફોનમાં લીધેલો ફોટો તેની છેલ્લા સેલ્ફી બની ગઈ હતી.
- અકસ્માતની સૂચના મળતા જ ભારે ભીડ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ આવ્યા બાદ તરવૈયાઓને બોલાવ્યા અને કલાકોની મહેનત બાદ ત્રણ વિદ્યાર્થીઓની લાશ કબ્જે કરવામાં આવી હતી.
 
2 મિનિટમાં બદલી ગયો નજારો
 
- ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે બધા યુવકો બકુલાહી નદીમાં મસ્તી કરી રહ્યા હતા.
- દરમિયાન બધા ફોનમાં સેલ્ફી લેવામાં મશગુલ હતા. સારો ફોટો લેવા ધીરે-ધીરે તેઓ ઊંડા પાણીમાં ઉતર્યા હતા.
- થોડીવાર બાદ ગ્રુપ ફોટો માટે મોબાઈલ કાર ડ્રાઈવર આપ્યો હતો. થોડીવાર બાદ ફોટો જોવા માટે વિજય-ધનંજય પાણીમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ 2 મિનિટમાં સમગ્ર નજારો બદલી ગયો હતો.
- દરમિયાન શિવાંગનો પગ લપસ્યો અને તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
- ત્યારબાદ એકબીજાને બચાવવામાં ત્રણ મિત્રો ડૂબ્યા હતા.  
 
પોલીસે અલ્હાબાદથી બોલાવ્યા તરવૈયા
 
- ઘટનાની જાણ પરિવાર આપતા તેઓ શનિદેવ ધામ પહોંચ્યા હતા. 
- એસપી સગુરન ગૌતમ પણ ઘટનાસ્થળ પર પહોંચી અને અલ્હાબાદથી તરવૈયાઓ બોલાવ્યા હતા. ચાર કલાક બાદ ત્રણ યુવકોની લાશ મળી હતી.
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...