તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે રૂમમાં સાથે સૂતા હતા ચાર મિત્રો, સવારે આ હાલતમાં મળી ત્રણની લાશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્વાલિયર: મુરૈનાના સબલગઢ વિસ્તારમાં મંગળવારે સવારે એક કેટરિંગ ઠેકેદારના ઘરેથી 3 યુવકોની લાશ મળતા હડકંપ મચી ગયો હતો. ત્રણેય યુવકો એક લગ્નમાંથી કામ કરીને આવીને રૂમમાં સૂઈ ગયા હતા જ્યાં સળગતું તંદૂર રાખેલું હતું. તેમની સાથે બીજો એક મિત્ર હતો જેનો જીવ બચી ગયો હતો. આશંકા છે કે તંદૂરથી કાર્બન ડોયોક્સાઈડ નીકળ્યો હતો અને ઓક્સીજન ઓછો થયો હતો. આ કારણે બનેલા કાર્બન મોનોક્સાઈડથી તેમને ગુંગણામણ થઈ હશે અને મોત થયું હશે.

 

શું છે સમગ્ર ઘટના?

 

- મુરૈનાના સબલગઢ વિસ્તારમાં નૌરંગી ઠેકેદાર કેટરિંગનું કામ કરે છે. તેમને ત્યાં 4 સગરી યુવકો શુભમ, સચિન, અજીત અને વિક્કી કામ કરે છે.
- ગઈ રાત્રે ચારેય એક લગ્નમાંથી આવીને નૌરંગી ઠેકેદારના ઘરે જ સૂઈ ગયા હતા. ચારેય જે રૂમમાં સૂતા હતા ત્યાં સળગતું તંદૂર રાખેલું હતું.
- આ ઘટનામાં શુભમ, સચિન અને અજીત પલંગ પર સૂતા હતા અને વિકી નીચે સૂતો હતો. 

 

ત્રણેયનું ઊંઘમાં જ થયું મોત

 

- વિકી અને નૌરંગીએ ત્રણેયને જગાડવાનો પ્રયત્નક કર્યો હતો પરંતુ તેઓ જાગ્યા ન હતા. નૌરંગીએ તેમની નસ પર હાથ રાખ્યો ત્યારે ત્રણેયના મૃત્યુ થઈ ગયા હતા. 
- ઘટનાની જાણ થતા તેમનો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો હતો. પોલીસે રૂમમાં જઈને તપાસ કરી તો કોલસાથી સળગતા બે તંદૂર મળ્યા હતા.
- આ અંગે એડીશનલ એસપી અનુરાગ સુજાનિયા કહે છે કે, તંદૂરમાંથી નીકળેલા કોર્બન ડોયોક્સાઈડથી રૂમમાં કાર્બન મોનોક્સાઈડ બની હશે અને એ કારણે ગુંગણામણથી તેમનું મોત થયું હશે.

 

આગળ જુઓ સંબંધિત તસવીરો...

અન્ય સમાચારો પણ છે...