તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અહીં માટીમાંથી નીકળે છે સંગીતના સૂરો, વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા કારણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોધપુરઃ આ વાત ન માની શકાય તેવી ભલે લાગતી હોય પરંતુ સાચી છે. અહીં રણમાં એક સેન્ડ ડ્યૂનમાંથી સંગીતના સૂરો નીકળે છે. વાતાવરણ પ્રમાણે અવાજની ગતિ ધીમી કે ઝડપી થાય છે. આ સેંડ ડ્યૂન બાડમેરથી 80 કિ.મી.ના અંતરે આવેલા સેતરાઉ ગામમાં સ્થિત છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે આસપાસના અન્ય સેંડ ડ્યૂનમાંથી કોઈ પ્રકારનો અવાજ નથી આવતો. વૈજ્ઞાનિકો પણ આ માટીની ચકાસણી કરી ચૂક્યા છે, જોકે સંગીતનું કારણ તેઓ જાણી શક્યા નથી.
Related Placeholder
સમય પ્રમાણે બદલાય છે સંગીત

- આ માટીને હલાવવા કે તેના પરથી સરકવાને કારણે જુદા-જુદા પ્રકારનું સંગીત સંભળાય છે.
- માટી ઉછાળવા પર પણ સંગીત સંભળાય છે. આ ડ્યૂનના અમુક ભાગમાંથી જ સંગીત સાંભળી શકાય છે.
- શિયાળામાં સંગીતની અવાજ ધીમી હોય છે, જ્યારે ઊનાળામાં અવાજ વધી જાય છે.
- 20 વર્ષ અગાઉ આ માટીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, વૈજ્ઞાનિકો આજદિન સુધી જવાબ નથી આપી શક્યા.
- આ સેન્ડ ડ્યૂન જ્યાં આવેલું છે તે જમીનના માલિક જીતેન્દ્ર સિંહના જણાવ્યાં પ્રમાણે, અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
- અમુક સમય અગાઉ સ્થાનિક લોકો પ્રવાસીઓને અહીંની માટી વેચતા હતા, જેના પર હવે તેમણે પ્રતિબંધ લાદી દીધો છે.
- ગામના અમુક વડીલો પ્રમાણે તેઓ 50 વર્ષથી આ સંગીત સાંભળી રહ્યાં છે.
- તેઓના મતે ગરમીમાં આ અવાજ વધુ દુર જાય છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો અને વીડિયો.)