ચોરી કેસના બે આરોપી ૧૫ વર્ષે નિર્દોષ છૂટયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાયદાની જટીલ અને લાંબી પ્રક્રિયાના કારણે કેટલીક વખતે લોકોને કેવી પરેશાની ભોગવવી પડે છે તેનો પુરાવો દિલ્હીની કોર્ટમાં જોવા મળ્યો હતો. છેલ્લાં ૧૫ વર્ષથી ચોરીના કેસનો સામનો કરી રહેલા બે આરોપીઓનો ગુનો પુરવાર કરવામાં પોલીસ નિષ્ફળ રહેતાં દિલ્હીની અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. દિલ્હીના રહેવાસી પવન અને અમિતની ડિસેમ્બર ૧૯૯૬માં ઈમિટેશન ઘરેણાંની ચોરી બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મળેલા હાર અને ઈઅરરિંગની જોડ ચોરીના હોવાનું પોલીસ પુરવાર ન કરી શકતા ૧૫ વર્ષ સુધી ચાલેલી કાર્યવાહી બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ઘરેણાની ચોરીની ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે અજાણી વ્યક્તિ દ્વારા ૫૦ ગ્રામ સોનાનો હાર અને ૧૦ ગ્રામ સોનાના ઈઅરરિંગની ચોરી થઈ છે, પરંતુ બંને આરોપી પાસેથી ઈમિટેશન ઘરેણાં મળ્યાં છે. આથી તેમના પર લાગેલા આરોપો પુરવાર થતા નથી.