તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના તમામ શહેરોમાં બસ કન્સેશન પાસ શરૂ કરવા તૈયારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
નવી દિલ્હીઃ જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા તમામ શહેરોમાં સાર્વજનિક બસોમાં કન્સેશન પાસ સેવા શરૂ થશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરો તથા અન્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં સાર્વજનિક વાહન પ્રણાલીને પ્રોત્સાહન અંગે ચર્ચા થઇ, જેમાં કહેવામાં આવ્યું કે મોટા ભાગના ક્ષેત્રોમાં ચાલતી બસ સેવાઓમાં કન્સેશન પાસ સેવા શરૂ કરવામાં આવે.
 
શરૂઆતમાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ માટે આ વ્યવસ્થા થઇ શકે છે. બાદમાં તેને બધા માટે શરૂ કરાશે. કન્સેશન પાસમાં બસ ભાડામાં સરેરાશ 30થી 50 ટકા છૂટ આપવાની યોજના છે, જેનો ખર્ચબોજ ટિકિટ-પાસ પર જાહેરાતો છાપીને ભરપાઇ થઇ શકે છે. તમામ શહેરી પરિવહન સેવાઓમાં ઇ-ટિકિટિંગ શરૂ કરવાની પણ યોજના છે.
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો