તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની નાવડીમાં જ કાણું છે, પાણીનો વાંક નથી : રાજનાથ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ગૃહપ્રધાન રાજનાથ સિંહે એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની નાવડીમાં જ કાણું છે, પાણીનો વાંક નથી. તેની સામે રોષે ભરાયેલા કોંગ્રેસી સાંસદોએ મલ્લિકાર્જુન ખડગેના વડપણ હેઠળ લોકસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા. રાજનાથે કોંગ્રેસ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે ‘જિસ નાવ મેં છેદ હૈ...ઉસ કા ડૂબના તય હૈ’. તેમણે જણાવ્યું હતું કે નૌકા જ્યારે પોતાની અંદર રહેલા છીદ્રને કારણે જ ડૂબવા લાગે ત્યારે પાણીનો વાંક ન કાઢવો જોઇએ. કોંગ્રેસે ભાજપ ઉપર એવો પણ આરોપ મૂક્યો હતો કે ભાજપ અન્ય રાજ્યોમાં રહેલી બિનભાજપની સરકારને ઊથલાવવા માટેના પ્રયાસો કરે છે. ખડગેએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં રહેલી બિનભાજપ સરકારને ઊથલાવી પાડવી તેમની આદત બની ગઈ છે. તેઓ મારીમચડીને પાછલા દરવાજેથી અન્ય રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા માગે છે. ખડગેએ એવો આરોપ મૂક્યો હતો કે ઉત્તરાખંડ અને અરુણાચલમાં ભાજપે આવું જ કરવાની કોશિશ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો