તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેમાં પ્રવાસીઓને દર 2 કલાકે ગરમ ભોજન મળશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ  ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને તાજું-ગરમ ભોજન પીરસવા રેલવે નવી કેટરિંગ પોલિસી શરૂ કરવા જઇ રહ્યું છે. આ પોલિસી મુજબ દેશના ઘણા સ્ટેશનો નજીક રેલવે બેઝ કિચન શરૂ કરાશે. ત્યાંથી દર 2 કલાકે કેટરિંગ એજન્સી પ્રવાસીઓને સારી ગુણવત્તાનું ભોજન પૂરું પાડશે. રેલવે રોજ અંદાજે 11 લાખ પ્રવાસીઓને ફૂડ સર્વ કરે છે.

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે સ્ટેશનો નજીક બેઝ કિચન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પ્રવાસીઓને દર 2 કલાકે તાજું અને ગરમ ભોજન આપી શકાશે. દેશભરમાં પીપીપી મોડલ દ્વારા ઘણા કિચન શરૂ કરાશે. પ્રભુએ મંગળવારે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દરમિયાન ફૂડ ઇન્ડસ્ટ્રી, એનજીઓ, IRCTC અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે નવી કેટરિંગ પોલિસી અંગે ચર્ચા બાદ નવી પોલિસીની ઘોષણા કરી. ટ્રેનોમાં ખાનપાન સેવા વિરુદ્ધની ફરિયાદો અંગે પ્રભુએ કહ્યું કે ભોજન અંગે જ્યારે પણ કોઇ ફરિયાદ સાંપડે ત્યારે અમે તત્કાળ તેનો ઉકેલ લાવીએ છીએ. નવી પોલિસીથી આવી પરેશાનીઓ દૂર થશે. બહેતર કેટરિંગ સર્વિસ માટે જાણીતી કંપનીઓને જવાબદારી સોંપાઇ છે.

દુર્ઘટનાઓ રોકવા અલ્ટ્રાસોનિક બ્રોકન રેલ ડિટેક્શન સિસ્ટમ
ટ્રેક તૂટવાથી કે તેમાં તિરાડના કારણે થતી રેલ દુર્ઘટનાઓ રોકવા રેલવે મંડલ રાષ્ટ્રીય રેલ માર્ગ તથા અન્ય રેલ લાઇનોમાં અલ્ટ્રાસોનિક બ્રોકન રેલ ડિટેક્શન સિસ્ટમ લગાવશે, જેથી ટ્રેક ડેમેજ થાય  તો 25 કિ.મી. દૂરથી જ રેલ એન્જીનમાં એલાર્મ વાગવા લાગશે. સિસ્ટમની ટ્રાયલ ઉત્તર મધ્ય રેલવે અને ઉત્તર રેલવેની 25-25 કિ.મી. રેલ લાઇનો પર કરાઇ રહ્યું છે. ટ્રાયલ સફળ થયા બાદ આ ટેકનિક દેશભરમાં લાગુ કરાશે.

મેલ એક્સપ્રેસના ભાડામાં રાજધાની-શતાબ્દિમાં મુસાફરી
ભારતીય રેલવે 1 એપ્રિલથી વિકલ્પ સ્કીમ લોન્ચ કરી રહી છે. હવે એક્સપ્રેસ મેલની ટિકિટ લીધા પછી પણ રાજધાની અથવા શતાબ્દીમાં મુસાફરી કરી શકશે. આ સ્કીમથી રેલવેને ટિકિટ ઓછી રિફંડ કરવી પડશે. જે સીધી રીતે રેલવે માટે ફાયદાકારક સાબિત થશે. વિકલ્પ સ્કીમ અંતગર્ત વેટિંગ ટિકિટવાળા પેસેન્જર આગામી ટ્રેનમાં કન્ફર્ટ સ્કીમ મે‌ળવી શકે છે. આ વિકલ્પ એ મુસાફરો માટે ઉપલબ્ધ થશે જે બુકિંગ સમયે વૈકલ્પિક ટ્રેનમાં મુસાફરીનો ઓપ્શન પસંદ કરશે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો