તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Updated Version Of The Kama Sutra Was Written By Maharana Kumbha Xplained Everything In 155 Staff

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ રાજાએ લખ્યું હતું કામસૂત્રનું અપડેટ વર્ઝન, 155 શ્લોકમાં સમજાવી દરેક વાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદયપુરઃ મેવાડના રાજા મહારાણા કુંભા માત્ર શૂરવીર જ નહીં પરંતુ કલાના જાણકાર પણ હતા. તેઓએ મહર્ષિ વાત્સ્યાયનના કામસૂત્રનું અપડેટ વર્ઝન લખ્યું હતું. જ્યાં વાત્સ્યાયને કામસૂત્રમાં 1250 શ્લોક દ્વારા કામક્રીડાની દરેક સ્પષ્ટીકરણોને સમજાવ્યા હતા ત્યારે મહારાણાએ માત્ર 155 શ્લોકોમાં સમગ્ર વાતો સમેટી લીધી હતી. મહારાણાએ આ ગ્રંથનું નામ કામ રતિસાર રાખ્યું હતું.
શું છે આ ગ્રંથમાં, વાંચો સમગ્ર કહાણી...

- અત્યંત રસપ્રદ અને આકર્ષક શૈલીમાં લખવામાં આવેલો ગ્રંથ એટલો સૂત્રાત્મક છે કે માત્ર સાત અધ્યાયોના 155 શ્લોકોમાં મહારાણા કુંભાએ આખા કામશાસ્ત્રને સમેટી લીધું છે.
- કહેવાય છે કે, કુંભાએ આ ગ્રંથની રચના 1461-62ની વિજયાદશમીના માત્ર એક દિવસ પહેલા કરી દીધી હતી.
- આ રસપ્રદ જાણકારી પ્રતાપ સંશોધન સંસ્થાના નિયામક ડો. મોહબ્બત સિંહ રાઠોડના શનિવારે માર્કેટમાં આવેલા પુસ્તક મહારાણા કુંભામાં આપવામાં આવી છે.
- ભૂપાલ નોબલ્સ યુનિવર્સિટી હેઠળ સંચાલિત પ્રતાપ સંશોધન સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં ડો. રાઠોડે કુંભાના જીવન સાથે સંબંધિત ઘણી રસપ્રદ જાણકારીઓ આપી છે.
- તેઓએ જણાવ્યું કે, મહારાણા કુંભાએ તેમની બહાદુરીથી આમેર એટલે કે જયપુર અને હાડૌતી એટલે કે કોટા જેવા શક્તિશાળી રાજવી પરિવાર પાસેથી ટેક્સ વસૂલતા હતા.
- નાગૌરના મુસ્લિમ કાયમખાની શાસકોએ એક વાર જયપુરના શાસકોના નાકમાં દમ લાવી દીધો હતો અને તે અત્યંત હેરાન થઈ ગયા તો મહારાણા કુંભાએ જ આક્રમણકારીઓને ઉથલાવીને કચ્છવાહા રાજ્યને સંરક્ષણ આપ્યું હતું.
- કુંભા જ્યાં લોકોને તરસ્યા જોતા હતા ત્યાં તેઓ તળાવ ખોદાવતા હતા.
- તેઓએ તેમના શાસન કાળમાં મોટી સંખ્યામાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. તેમનું સ્થાપત્ય જોઈને જ ખબર પડે છે.
ખજુરાહો જેવી ઈરોટિક કલા પ્રતિમાઓ પણ બનાવડાવી

- મહારાણા કુંભાએ તેમના સમયમાં કામશાસ્ત્ર સાથે સંબંધિત રૂઢિઓને તોડી અને એક સ્વસ્થ ચિત્તના વિષય સ્વરૂપે રાખી હતી.
- તેઓએ તેને માત્ર ઈરોટિક કલા સુધી મર્યાદિત ન રહેવા દીધું, પરંતુ તેને મંદિરો સાથે જોડીને તેને એક અલગ સ્વરૂપ રજૂ કર્યું હતું.
- રણકપુરના જૈન મંદિરોનું નિર્માણ થઈ રહ્યું હતું તો મહારાણા કુંભાએ દેવ પ્રતિમાઓ સાથે વિવિધ રૂપમાં કામ કલામાં રત યુગલોને પણ દેખાડવામાં આવ્યું હતું.
- આ મુદ્રાઓ ખાસ સ્વરૂપથી એક આધ્યાત્મિક મંદિર છે.
આક્રમણખોરોને રોક્યા, પરંતુ મુસ્લિમ વિરોધી ન્હોતા

- પુસ્તક પ્રમાણે કુંભાએ મુસ્લિમ આક્રમણખોરોને રોક્યા હતા, પરંતુ 1455માં નાગૌરના મુસ્લિમ શાસક પરિવારમાં ઉત્તરાધિકારને લઈને વિવાદ થયો તો તેમનું ઉદાર વર્તન સામે આવ્યું હતું.
- નાગૌરના શાસક ફીરોઝ ખાનના નિધન થઈ ગયું તો તેનો નાનો ભાઈ મુઝાહિદ ગાદી પર બેઠો હતો. પરંતુ ઉત્તરાધિકાર પ્રમાણે તેના પર વાસ્તવિક દાવો ફીરોઝ ખાનના પુત્ર શમ્સ ખાનનો હતો.
- શમ્સ ખાને કુંભાના ઉદાર વર્તન વિશે સાંભળ્યું હતું અને તે જ્યારે ગયા તો કુંભાએ તેની આખી વાત સાંભળી અને મુઝાહિદને પદભ્રષ્ટ કરીને અમુક શરતો સાથે તેને શાસક પણ કરી દીધા હતા.
- એ અલગ વાત છે કે જ્યારે શમ્સે શરતો પૂરી ન કરી તો કુંભાએ તેને પણ સત્તા પરથી બહાર કરી દીધો હતો.
આગળની સ્લાઈડ્સમાં જાણો, કુંભામાં શું હતી ખાસ વાતો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો