દીકરીએ કોર્ટમાં કહ્યું- 'મારી માં ગંદી છે તેને ફાંસી આપો', પ્રેમી પણ દોષિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગલપુર: બિહારમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દીકરીના નિવેદનના આધારે તેની મા અને પ્રેમીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ગણાવ્યો છે. હત્યાના આ કેસમાં દલીલ દરમિયાન 16 વર્ષની દીકરીએ તેની માતા માટે ફાંસીની સજાની માંગણી કરી હતી. તેણે કોર્ટમાં જણાવ્યું છે કે, મારા પિતા રામાનંદની હત્યા મારી મા અને તેના પ્રેમી મણિકાંત યાદવે સાથે મળીને કરી છે.
દીકરીએ કોર્ટમાં શું કહ્યું?

- દીકરી કોર્ટમાં નિવેદેન આપતા જણાવ્યું કે, જજ સાહેબ મારી મા ગંદી છે, તેને ફાંસી આપી દો.
- જજ સુષ્મા ત્રિપાઠીએ જણાવ્યું કે, દીકરીના નિવેદનને મહત્વનું માનીને આરોપી મા બેબી કુમારી અને તેના પ્રેમી મણિકાંત યાદવને હત્યા કેસમાં દોષિત જાહેર કરવામાં આવે છે. હવે આ બંનેને 21 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે.
- શુક્રવારે કોર્ટમાં બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી લાગ્યું કે આ ખૂબ ગંભીર ઘટના છે. આ ઘટનાને રેરેસ્ટ માની શકાય છે.
- કોર્ટે મૃતકની દીકરી અને દીકરાના નિવેદન, તેમજ પોલીસે ભેગા કરેલા પુરાવાના આધારે બંને આરોપીઓને દોષિત માની લીધા છે.
પ્રેમી સાથે મળીને પત્નીએ કરી હત્યા

- 23 ફેબ્રુઆરી 2012ના રોજ ભાગલપુરના એક કૂવામાંથી રામાનંદ રામની લાશ મળી હતી.
- કહલગામમાં રહેતા રામાનંદના પિતા કુમોદ રામે પોલીસને જણાવ્યું છે કે, 15 ફેબ્રુઆરી 2012ના રોજ મણિકાંત યાદવનો ફોન આવ્યો હતો કે ઝીરોમાઈલ ડેરા બતાવવા માટે તેઓ રામાનંદને લઈ જઈ રહ્યા છે.
- ત્યારથી રામાનંદ ગાયબ છે. કુમોદ રામે જણાવ્યું કે તેમના દીકરા સાથે કામ કરનાર મણિકાંત યાદવના રામાનંદની પત્ની બેબી સાથે આડા સંબંધો હતા.
- પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. બેબીએ પણ પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે, તેણે તેના પતિ મણિકાંત સાથે મળીને તેના પતિ રામાનંદની હત્યા કરી છે અને પછી લાશ કૂવામાં નાખી દીધી હતી.
- તેણે જણાવ્યું કે, પતિ રામાનંદને ઝીરોમાઈલ લઈ જવાનો પ્લાન તેણે અને મણિકાંતે સાથે મળીને બનાવ્યો હતો જેથી સરળતાથી તેની હત્યા કરી શકાય.
- મણિકાંત તેને લઈને બગીચા સુધી પહોંચ્યો ત્યારે જ બંનેએ સાથે મળીને રામાનંદનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી અને ત્યારપછી તેની લાશ કૂવાંમાં નાખી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...