• Gujarati News
  • Uprooted Trees Hundreds Of Years Old , Due To Strong Wind Collapsed Hundreds Jopdiyhan C

વાવાઝોડા અને વરસાદના કારણે સાતના મોત, લાખોનું નુકસાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના: બિહારના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે લોકોને પરેશાન કરી દીધા છે. આ વિસ્તારમાં સાત લોકોના મૃત્યુ થઈ ગયા છે જ્યારે ઘણાં વિસ્તારમાં લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે. હવામાન વિભાગે હજુ આગામી 48 કલાકમાં વધારે આંધી અને વાવાઝોડુ આવવાની શક્યતા છે.
મધુબનીની બેનીપટ્ટીના ચાનપુરપટ્ટીમાં સોમવારે મોડી રાતે વાવાઝોડુ અને વરસાદ શરૂ થયું હોવાથી પુરમાં તણાઈ જવાથી અને ઝુંપડા પડવાથી સરેરાશ છ લોકોના મૃત્યુ થયા છે જયારે એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. ખૂબ જ આંધી અને વાવાઝોડાના કારણે અહિ આવેલી હજારો ઝુપડીઓ પડી ગઈ છે. ઘણા ઘરોના છાપરા ઉડી ગયા છે. તે ઉપરાંત દિવાલો સાથે વીજલીના તાર, પોલ અને ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. આ વિસ્તારની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાથી ત્યાંના લોકોનો સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યો છે. અહિં છેલ્લાં 14 કલાકથી વીજળી ઠપ છે. પ્રશાસન ત્યાં વીજળી પહોચવાનું કામ કરી રહી છે.
ઉત્તર-પૂર્વી અને મધ્ય બિહારમાં પૂર્વ હવાના કારણે હિટવેવ રોકાઈ ગયો છે. પરંતુ વાતાવરણમાં ભેજ હોવાથી લોકો આવી ગરમીથી પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગના મત પ્રમાણે આગામી 48 કલાકમાં અહિ વાવાઝોડા સાથે વરસાદ થવો શક્ય છે. ઉત્તરી-પૂર્વ જિલ્લામાં બે દિવસની અંદર વાવાઝોડુ અને આંધી આવવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના નિર્દેશકના જણાવ્યા પ્રમાણે જહાનાબાદ સહિત રાજ્યના દક્ષિણ-પશ્ચિમી જિલ્લામાં મંગળવારે હોટવેવ ચાલવાની પણ શક્યતા છે. રાજધાની સહિત મધ્ય બિહારના વાતાવરણમાં કોઈ ફેરફાર થશે નહિં.