તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ PMએ લગાવડાવ્યા ટ્રેનોના થર્ડક્લાસમાં પંખા, પહેરતા હતા ફાટેલો કુર્તો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: દેશના બીજા વડાપ્રધાન લાલ બહીદુલ શાસ્ત્રીનો જન્મ રામનગરમાં મુનશી શારદાપ્રસાદને ત્યાં 2 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે 1965માં દેશ ભૂખમરાની સમસ્યાથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તે સમયે શાસ્ત્રીજીએ પગાર લેવાનો બંધ કરી દીધો હતો અને ઘરનું કામ જાતે કરવા લાગ્યા હતા. તેમને સાદગી પસંદ હતી. એટલે તેઓ ફાટેલા કુર્તાને પણ કોટ નીચે પહેરી લેવામાં નાનમ અનુભવતા ન હતા. 9 જૂન, 1964ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતા. આ પ્રસંગે તમને આ વિશે માહિતી આપી રહ્યાં છીએ
 
એક ઘટના બન્યા પછી ટ્રેનના થર્ડ ક્લાસમાં લગાવડાવ્યા હતા પંખા
 
- વડાપ્રધાન બનતા પહેલા લાલ બહાદુર શાસ્ત્રી વિદેશમંત્રી, ગૃહમંત્રી અને રેલવે મંત્રી દેવા મહત્વના પદો પર હતા.
- એકવાર તેઓ રેલની એક બોગીમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓ જોવાનું મન થયું, તો તેઓ થર્ડ ક્લાસની બોગીમાં જતા રહ્યા.
- તે પછી તેમણે સામાન્ય માણસોની મુશ્કેલીઓને સમજી અને પોતાના PA પર નારાજ પણ થયા. તે પછી તેમણે થર્ડ ક્લાસમાં મુસાફરી કરનારા મુસાફરોને સુવિધા આપવાનો નિર્ણય કર્યો અને થર્ડ ક્લાસની જનરલ બોગીમાં પહેલીવાર પંખો નખાવડાવ્યો અને સાથે જ પેન્ટ્રી સુવિધા પણ શરૂ કરી હતી.
 
બાળપણમાં તરીને જતા હતા સ્કૂલ
 
- શાસ્ત્રીજી બાળપણમાં ઘણા તોફાની હતા એટલે બધાએ તેમનું નામ ‘નન્હે’ રાખ્યું હતું.
- તેમને ગામના બાળકો સાથે નદીમાં તરવું ઘણું પસંદ હતું. તેઓ મિત્રો સાથે ગંગા નદીમાં તરવા પણ જતા હતા.
- કાશીના રામનગરના પોતાના પૂર્વજોના ઘરથી રોજ માથે દફ્તર અને કપડા મૂકીને તેઓ કેટલાંય કિલોમીટર લાંબી ગંગાને પાર કરીને સ્કૂલે જતા હતા.
 
ફાટેલા કપડાઓના રૂમાલ બનાવડાવતા હતા શાસ્ત્રીજી
 
- જણાવવામાં આવે છે કે, શાસ્ત્રીજી ફાટેલા કપડાંઓના રૂમાલ બનાવડાવતા હતા અને ફાટેલા કુર્તાને કોટની નીચે પહેરતા હતા. તેમને જ્યારે તેમના પત્નીએ ટોક્યા ત્યારે તેઓ કહેતા કે દેશમાં એવા ઘણા લોકો છે જેઓ આવી રીતે જ ગુજારો કરે છે.
- શાસ્ત્રીજીને કોઇ પ્રોગ્રામમાં VVIPની જેમ નહીં પરંતુ, સામાન્ય માણસની જેમ જવાનું પસંદ કરતા હતા. પ્રોગ્રામના આયોજક જ્યારે તેમના માટે વિવિધ પકવાનો બનાવડાવતા તો તેઓ સમજાવતા કે ગરીબ માણસ ભૂખ્યો સૂતો હશે અને હું મંત્રી બનીને પકવાન ખાઉં તે સારું ન લાગે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો શાસ્ત્રીજી વિશે વધુ વિગતો...
અન્ય સમાચારો પણ છે...