• Gujarati News
  • National
  • The Remote Village In Ladakh Where Kids Talk On Skype & Gaze Into Telescopes In Solar Lit Homes

8 દેશોના મિત્રો 14000 ફૂટ ઊંચે વીજળી આપે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 8 દેશોના મિત્રો 14000 ફૂટ ઊંચે વીજળી આપે છે
- ભાસ્કર વિશેષ: ગત વર્ષે લદ્દાખના એક ગામમાં સોલાર ગ્રીડ લગાવી હતી, હવે બીજા ગામનો વારો: 9મી ઓગસ્ટથી યાત્રા શરૂ થશે

નવી દિલ્હી: ટ્રેકિંગ માટે નીકળેલા આઠ દેશોના 20 મિત્રો લદ્દાખનાં ગામોમાં વીજળી આપવાના અભિયાનમાં લાગેલાં છે. આ વર્ષે તે લોકો 9મી ઓગસ્ટે શરૂ થનારી 700 કિ. મી.ની એક્સપિડિશન દરમિયાન માખાબેલીના ઉપલુંગ ગામનાં 8 ઘરો અને ટેચ મેનેસ્ટ્રીને ઝળહળાવશે. લેહના થર્ડ પોલ ઇ બેઝમાં પહેલી વખત રોબોટિક લેબ પણ બનાવવામાં આવશે. આ ટીમમાં ડેનમાર્કના સ્કીઇંગ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય અને પેરુ તેમજ ઓમાનના ઉદ્યોગસાહસિકોનો પણ સમાવેશ થાય છે. આ અભિયાન બે વર્ષ પહેલાં શરૂ થયું હતું. તેનું નામ ગ્લોબલ હિમાલયન એક્સપિડિશન એટલે કે જીએચઈ. 2013માં આ મિત્રો જંસ્કાર વેલી ટ્રેકિંગમાં ગયા હતા. તેઓ એક ગામમાં રાત રોકાયા હતા.

અહીં વીજળી નહોતી. વળતી વખતે તેઓ પોતાની સાથે લાવેલા સોલાર લેમ્પ ગામના લોકોને આપીને આવ્યા. લોકોએ પહેલીવાર સોલાર લેમ્પથી રાતે ગામનો રંગ જોયો. ગત વર્ષે 10 દેશોના આ 24 મિત્રો આ જ વિસ્તારમાં ફરી ટ્રેકિંગ માટે નીકળ્યા. હવે તેમનો ઉદ્દેશ બદલાઈ ગયો હતો. તેમણે નક્કી કર્યું કે કમસે કમ એક ગામને ઝળહળાવીશું. ત્રણ સોલાર માઇક્રો ગ્રિડ અને ફિટિંગનો સામાન સાથે લઈને ગયા હતા. હાઇ એલ્ટિટ્યૂડ ઉપર ત્રણ દિવસના મુશ્કેલ ટ્રેકિંગ બાદ લદ્દાખના અંતિમ ગામ સુન્દા ચેન્મો પહોંચ્યા હતા.

14 હજાર ફૂટની ઊંચાઈએ વસેલા 11મી સદીના આ ગામના તમામ 11 ઘર અને એક મેનેસ્ટ્રીને સોલાર પાવરથી ઝળહળાવી દીધાં હતાં. ટીમના લીડર પારસ લૂંબા હતા. હજી પણ આ ટીમને તેઓ જ લીડ કરી રહ્યા છે. પારસ જ આ જીએચઈના સ્થાપક છે. તે કોર્પોરેટ નોકરી છોડીને સોલાર એનર્જી અને ગામોના વિકાસ માટે કામ કરી રહ્યા છે. પારસે જમાવ્યું હતું કે સુન્દા ચેન્મો ગામમાં દરેક ઘરે હવે વાર્ષિક 70 લિટર કેરોસીનની બચત થાય છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ગામના લોકો ચાર કલાક વધારે કામ કરે છે
અન્ય સમાચારો પણ છે...